બનાસકાંઠા : રોટરી કલબ ડીસા દ્વારા ડીસા કેમિસ્ટ એશોશિયેશનના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
બનાસકાંઠા 29 જુલાઈ 2024 : હંમેશા આરોગ્ય સેવામાં અગ્રેસર રોટરી ક્લબ ડીસા દ્વારા ડીસા ના સ્લમ વિસ્તાર એવા ભોપનગર માં રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ના સેવાભાવી ડોક્ટર્સ દ્વારા માનદ સેવા આપીને ૧૨૫ જેટલા પેશન્ટ ને તપાસીને તેમને યોગ્ય દવાઓ આપવામાં આવી હતી. જે મેડિસન ડીસા કેમિસ્ટ એશોશિયેશન તથા રોટરી કલબ ડીસા દ્વારા બિલકુલ ફ્રી માં આપવામાં આવી હતી.જનરલ ફિઝિશીઅન તરીકે રો. ડૉ.બળવંતભાઈ પંચાલ અને રો. ડૉ.ચિંતનભાઈ આચાર્ય, બાળકોના રોગોના નિષ્ણાત તરીકે ડૉ. પ્રદ્યુમન ભાઈ અગ્રવાલ, સ્કિન સ્પેશયાલિસ્ટ તરીકે રો. ડૉ. અનીતાબેન પઢિયાર, નાક ,કાન, ગળા ના ડોકટર તરીકે રો. ડૉ.રાજનભાઈ મહેતા એ પોતાની સેવાઓ આપી હતી.
આ કેમ્પમાં રોટરી ક્લબ ડીસા ના પ્રેસિડેન્ટ રો. હસમુખભાઈ ઠકકર તેમજ સેક્રેટરી તરીકે રો.મુકેશભાઈ લોધા તેમજ ડીસા કેમિસ્ટ એશોસીએશન ના પ્રમુખ બાબુભાઈ પટેલ, સેક્રેટરી સુહસભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા પ્રશંશનીય સેવા આપવામાં આવી હતી. શાળા ના પ્રિન્સીપાલ પ્રવીણભાઈ ત્રિવેદી અને એમના સ્ટાફ દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા સેવા કેમ્પ માટે ભોપનગર ની પસંદગી કરવા માટે રોટરી ક્લબ ડીસા અને કેમિસ્ટ એશોશિયેશન નો આભાર માન્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન પ્રોજેક્ટ ચેરમેન ડૉ.બળવંતભાઈ પંચાલ અને રો.નટુભાઈ પટેલ તેમજ રો.વિક્રમભાઈ ઠક્કર, રો.દિલીપ ભાઈ સોની,રો.આશિષભાઈ સોની,રો.રોહિતભાઈ ચોકસી,રો. ધનંજય ભાઈ ત્રિવેદી, રો. કરસનભાઈ ખત્રી અને રો.હર્ષદભાઈ પટેલ સહિત બહોળી સંખ્યામાં રોટરિયન મિત્રો અને કેમિસ્ટ મિત્રો એ હાજર રહી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : ઘેડ પંથકના ખેડૂતોએ રાહત પેકેજની માંગ કરી, કલેક્ટર કચેરીએ દૂહો લલકારી વેદના ઠાલવી