મનોરંજન

મોટા મોટા સ્ટાર ન કરી બતાવ્યા તે સિદ્ધિ મેળવી અલ્કા યાજ્ઞિકે, વર્લ્ડના સૌથી મોટા સિંગરને પાછળ છોડ્યો

જાણીતી ગાયિકા અલ્કા યાજ્ઞિકે પોતાના અવાજને કારણે આજે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી છે. અનેક મોટા ગાયકોને પાછળ છોડીને તે નંબર વન સિંગર બની ગઈ છે. જેના કારણે ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અલ્કા યાજ્ઞિકે યુટ્યુબ પર સૈથી વધુ વધારે વખત સાંભળનાર સિંગરની યાદીમાં ટોપ પર આવી છે. આ સાથે જ તેને સૌથી વધુ લોકપ્રિય સિંગર બની વર્લ્ડ રૅકોર્ડ સર્જો છે.

યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળનાર ગાયિકા

દિગ્ગજ પ્લેબેક સિંગર અલ્કા યાજ્ઞિકે બોલિવૂડમાં અનેક સોંગ ગાઈને ચાહકોમાં તેમનું સ્થાન બનાવી લીધું છે. આજે દુનિયાભરમા તેમના અવાજના કરોડો ચાહકો છે. ત્યારે પોતાના સુરિલા અવાજથી લોકોના દિલ જીતીને આ ગાયિકા યુટ્યુબ પર એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. અલ્કા યાજ્ઞિકે 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળવામાં આવેલી ગાયિકાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે જ તે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ગાયિકા બની ગઈ છે.

અલ્કા યાજ્ઞિક-humdekhengenews

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

અલ્કા યાજ્ઞિકે આજે સૌથી વધુ સાંભળનાર ગાયિકાની યાદીમાં ટોપ પર આવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અલકા યાગ્નિક વર્ષ 2022માં 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળનાર ગાયિકા બની ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અલ્કાનું પ્રખ્યાત ગીત ‘એક દિન આપ’ ને વર્ષ 2021 અને 2020માં યુટ્યુબ પર 16.6 બિલિયન વખત સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

BTSઅને ટેલર સ્વિફ્ટને પણ છોડ્યા પાછળ

ચાર્ટમાસ્ટર અનુસાર લગભગ 20 ટકા યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ એકલા ભારતના છે. જ્યારે વૈશ્વિક સ્તરે સૌથી મોટો બજાર હિસ્સો માત્ર એશિયાનો છે, ત્યારે દક્ષિણ કોરિયન સુપરસ્ટાર BTS અને બ્લેકપિંક અનુક્રમે 7.95 બિલિયન અને 7.03 બિલિયન સ્ટ્રીમ સાથે ચાર્ટમાં ટોચ પર છે. આમ અનેક મોટા કલાકારોને પછાડી અલ્કા યાજ્ઞિક નં 1 પર આવી છે.

અલ્કા યાજ્ઞિક-humdekhengenews

અલ્કાએ 20 હજાર ગીતો ગાયા

અલ્કા યાગ્નિકએ વર્ષ 1990માં મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે અનેક પડકારોને પાર કરી પોતાના દમ પર ચાહકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અલકાએ તેના કરિયર દરમિયાન ફિલ્મો અને આલ્બમ માટે લગભગ 20 હજાર ગીતો ગાયા છે. અને તેના કેટલાક ગીતોને એવોર્ડ પણ મળ્યો છે. અલ્કાના અવાજનો જાદુ આજે વિશ્વમાં છવાયો છે. તેના અનેક એવા ગીતો છે જે ચાહકોને વારંવાર સાંભળવા ગમતા હોય છે.

આ પણ વાંચો : શેરબજારમાં કડાકા વચ્ચે અદાણીના શેરની ખરીદી માટે જોવા મળી પડાપડી

Back to top button