ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સાસુ-જમાઈની લવ સ્ટોરીમાં મોટો ખુલાસો થયો, આ કારણે બંને ઘર છોડીને ભાગ્યા હતા

અલીગઢ, 17 એપ્રિલ 2025: ઉત્તર પ્રદેશના અલીગઢના દાદો પોલીસમાં સરેન્ડર કરનારા સાસુ-જમાઈની ચર્ચા ખૂબ થઈ રહી છે. થનારા જમાઈ રાહુલ સાથે ભાગી જનારા સાસુ અનીતાએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાહુલે પણ અનીતા સાથે લગ્ન કરવા માટે એક શરત મૂકી છે.

પોલીસના પૂછવા પર અનીતાએ કેટલાય ખુલાસા કર્યા છે. તો વળી રાહુલે પણ ઘણી વાતો જણાવી છે. રાહુલ અનીતાએ પોલીસે જણાવ્યું કે, આ બંને 8 એપ્રિલના રોજ ઘરેથી ભાગ્યા બાદ ક્યાં ક્યાં રોકાયા હતા. આવો જાણીએ રાહુલે પોલીસ સામે શું ખુલાસા કર્યા?

સાસુ અનીતાને લઈને શું કામ ભાગ્યો રાહુલ

પોલીસના સવાલોના જવાબ આપતા રાહુલે જણાવ્યું કે, અનીતા પર તેનો પતિ અત્યાચાર કરતો હતો. પતિ અનીતા સાથે મારપીટ અને ગાળાગાળી કરતો હતો. અનીતા પોતાની જિંદગીથી કંટાળી ગઈ હતી. એક દિવસ તેમનો ફોન આવ્યો અને કહ્યું કે મને લઈ જાઓ. જો હું નહીં જાવ તો તે આત્મહત્યા કરી લેશે. અનીતાની વાત સાંભળી તે ટેન્શનમાં આવી ગયો. અનીતા આત્મહત્યા કરે તે પહેલા તેને લેવા તેમના ગામડે આવી ગયો. ત્યાર બાદ બંનેએ ઘર છોડવાનો નિર્ણય લીધો. અનીતાને લઈને તેનો ઈરાદો ખરાબ નહોતો. પણ 8 દિવસ સાથે રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ક્યાં મળ્યા, ક્યાં ગયા અને ક્યાં રહ્યા હતા?

રાહુલે જણાવ્યું કે, અનીતાને તેણે 8 એપ્રિલના રોજ કાસગંજ બોલાવ્યા હતા. અનીતા પહેલા અલીગઢતી કાસગંજ પહોંચી. ત્યાંથી બંને બસમાં બેસીને બરેલી ગયા, બરેલીથી બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવી ગયા. બંનેએ આ દરમ્યાન પોતાના ફોન બંધ કરી દીધા હતા. જેથી પરિવારના લોકો તેમને શોધી શકે નહીં. 2 દિવસ પહેલા ફોન ઓન કર્યો તો સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. જાણવા મળ્યું કે, અલીગઢ પોલીસ અમને શોધી રહી છે. એટલા માટે વિચાર્યું કે, પોલીસે પકડી લીધા તો ખોટી વાત ફેલાશે. એટલા માટે અમે ખુદ સરેન્ડર કરવા પહોંચી ગયા. બિહારથી દિલ્હી આવ્યા. બસમાં બેસીને રાયા કટ પર ઉતર્યા અને ગાડી બુક કરાવી બંને દાદો પોલીસ ચોકીએ પહોંચ્યા.

હવે આગળ શું કરશે?

રાહુલે પોલીસને જણાવ્યું કે, અનીતાના પતિને અમારા બંનેનું વાત કરવાનું ગમતું નથી. તો વળી અનીતાનું કહેવું છે કે, રાહુલ તેને પસંદ છે અને તેની સાથે કેમ ન જાય? પતિના મોઢે એવી વાતો સાંભળી કે અનીતા ભાંગી પડી. તેણે અનીતા સાથે પતિનો આવો વ્યવહાર જોઈ રાહુલ પણ ગુસ્સે થઈ ગયો. તેણે અનીતાના પતિને છોડવાના નિર્ણયનું સન્માન કર્યું. બંનેએ નિર્ણય લીધો કે હવે સાથે જ રહીશું. બંને લગ્ન કરવા માગે છે. આગળની જિંદગી એક સાથે જીવવા માગે છે.

આ પણ વાંચો: VIDEO: Reelના ચક્કરમાં મહિલા ગંગા નદીમાં તણાઈ ગઈ, માસૂમ દીકરી ચીસો પાડતી રહી, ક્યારે સુધરશો?

Back to top button