Aliens મને સાથે લઈ ગયા અને મારું DNA લીધું: મહિલાનો આશ્ચર્યજનક દાવો
- મહિલા બીજા ડાયમેન્શનમાંથી આવેલા એલિયન્સને મળી અને તેમની સાથે સ્પેસશીપમાં યાત્રા કરી હોવાનો દાવો
HD ન્યૂઝ ડેસ્ક, 19 એપ્રિલ: તાજેતરમાં જ એક મહિલાએ એલિયન્સને મળ્યા હોવાનો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. મહિલાનો દાવો છે કે, એલિયન્સ તેને પોતાની સાથે લઈ ગયા હતા જ્યાં તેઓએ તેણીનું DNA અને તેના એગ્સ લઈ લીધા. તેણી બીજા ડાયમેન્શનના એલિયન્સને મળી હતી જેઓ તેણીને સ્પેસશીપમાં યાત્રા માટે લઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, લેખિકા શેરી વાઇલ્ડે પોતાનું મહત્તમ જીવન એલિયન્સ સાથે વાતચીત કરવામાં ગાળ્યું છે. તેણીએ 2015 માં આપેલા એક ભાષણ કે જે તાજેતરમાં યુટ્યુબ પર ફરી સામે આવ્યું છે, જેમાં તેણીએ કહ્યું કે, તેને તેમાંથી(Aliens) ચારને ક્યાંક ડ્રાઇવિંગ કરતી વખતે પ્રથમ વખત જોયા હતા અને તેઓ રસ્તાની વચ્ચે ઉભા હતા.
મહિલા 20 વર્ષથી શોધતી રહી જીવનના તે બે કલાક
તેણીએ દાવો કર્યો હતો કે, તેણીની કાર ત્યાં ઊભી રહી ગઈ, જ્યાં તેઓ હતા અને પછીની વાત તેણીને બે કલાક બાદ એ ખબર પડી કે, તેણી તેના મિત્રના ઘરે પહોંચી ગઈ છે. આ બે કલાકમાં તેણીની સાથે શું થયું તે જાણવા માટે તે એક મિશન પર લાગી ગઈ. આ ઘટના બન્યાના 20 વર્ષ પછી તેણીએ હિપ્નોથેરાપિસ્ટની મદદ લીધી. જેના એક સેશન દરમિયાન તેણીને 17 વર્ષની ઉંમરનું જે યાદ આવ્યું તેનાથી તે ચોંકી ગઈ.
તેણીએ કહ્યું કે, જ્યારે કાર ઊભી રહી, તો મેં વિન્ડશિલ્ડમાંથી જોયું અને મારી આંખો જે જોઈ રહી હતી તે કોઈ માનવી ન હતો અને મારું મન તેને સ્વીકારવા સક્ષમ પણ ન હતું. તેની આંખો લીલી હતી, તેનું મોં એવું હતું કે તે ખુલ્લી શકે તેમ ન હતું. તેના માથા પર ટાઈટ ફિટિંગવાળી ટોપી હતી. મેં મારું માથું નીચે કર્યું અને હું ધ્રૂજવા લાગી હતો, મને લાગ્યું કે હું તેનાથી મરી જઈશ.
શેરી, અમે તારી રાહ જોઈ રહ્યા હતા: એલિયન્સ
મહિલાએ આગળ કહ્યું કે, ‘તેમણે(એલિયન્સ) મારું નામ લીધું અને કહ્યું, “શેરી, અમે તારી રાહ જોઈ રહ્યા હતા.” તેઓએ મને કારમાંથી બહાર આવવા કહ્યું. મારી પાછળ લાકડીઓ લઈને બે લોકો હતા જેઓ મારી નજીક આવ્યા અને મને પકડી લીધી. તેમના મને સ્પર્શ કરતાની સાથે જ મેં હલનચલન કરવાનું બંધ કરી દીધું. તેમાંથી એક વ્યક્તિ પરિચિત લાગી રહ્યો હતો અને તેણે કહ્યું: “હજુ કામ કરવાનું બાકી છે, તેઓ બીજા ડાયમેન્શનમાંથી આવ્યા છે.”
એલિયન્સ સિલ્વર સ્કાઉટ જહાજમાં તેણીને લઈ ગયા
ત્યારબાદ શેરીને એક મેદાનમાં લઈ જવામાં આવી જ્યાં તેણીએ તેમનું સ્પેસશીપ જોયું અને દાવો કર્યો કે, તે એક નાનું ‘સિલ્વર સ્કાઉટ જહાજ, આશરે 20 ફૂટ વ્યાસ’ હતું. તેમાંથી, ડા નામનો લીડર જહાજ પર ગયો અને તેની પાછળ જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણીએ વિરોધ કર્યો. આખરે, તેણી અંદર ગઈ અને યાદ કર્યું કે તે(સ્પેસશીપ) ઠંડી હતી અને ખૂબ મોટી હતી. ત્યાં એક ખૂબ જ સાંકડી સ્લેબનું ટેબલ હતું, અને અન્ય દરવાજા અને ઓરડાઓ સાથેનો હૉલવે હતો.
‘માદા એલિયને તેના કપડા ઉતાર્યા અને…’
તેણીએ દાવો કર્યો કે, તેઓએ તેણીના કપડા ઉતારીને ટેબલ પર સુવડાવી દીધી જ્યારે એક સ્ત્રી એલિયન તેનું માથું પકડી રાખ્યું. એલિયન્સે DNA સેમ્પલ લીધા, પરંતુ મને કોઈપણ રીતે ઈજા થઈ નહીં. તેઓએ મારા એગ્સ બહાર કાઢ્યા કારણ કે મેં એક નળીમાંથી તરલ પ્રવાહીને પસાર થતો જોયો હતો. બાદમાં તેઓએ કોઈક રીતે મને પાછી છોડી દીધી અને ત્યારબાદ આ બધુ કંઈ મને યાદ રહ્યું નહીં.
આ પણ જુઓ: વૈકુંઠની પ્રાપ્તિ કરાવતી કામદા એકાદશીએ જાણો આ વિશેષ વ્રત કથા