રોકી અને રાનીની લવસ્ટોરીના પ્રમોશન માટે આલિયા પહોંચી કોલકાતા,બંગાળીમાં ભાષણ ભૂલી અભિનેત્રી
અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આ દિવસોમાં ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીના પ્રમોશનમાં વ્યસ્ત છે.રોકી અને રાનીની લવ સ્ટોરી આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી જોવા મળશે.હાલ અભીનેતા અને અભિનેત્રી બંને અલગ-અલગ જગ્યાએ ફરે છે. હાલમાં જ રણવીર અને આલિયા કોલકાતા પહોંચ્યા હતા.આલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં અભિનેત્રી બંગાળીમાં પોતાની લાઈનો યાદ કરતી જોવા મળી રહી છે. જોકે, આલિયા ઈવેન્ટ દરમિયાન પોતાની સ્પીચ ભૂલી જાય છે, જ્યારે રણવીર સિંહ પણ તેના પર બેસ્ટ રિએક્શન આપે છે.વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે આલિયા ભટ્ટ દર્શકોને પ્રભાવિત કરવા બંગાળીમાં વાત કરે છે.પરંતુ આલિયા બંગાળીમાં બોલવા લાગે છે કે તરત જ તે પોતાની લાઇન ભૂલી જાય છે.આ અંગે રણવીર સિંહે ફની પ્રતિક્રિયા આપી છે. રણવીર કહે છે કે આલિયા પોતાનું હોમવર્ક કરીને આવી છે, પરીક્ષા દરમિયાન બધું ભૂલી ગઈ હતી. તે આલિયાને ક્યૂટ પણ કહે છે. અભિનેત્રીના આ ક્યુટ અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. સાથે જ ચાહકો આલિયાના લુકની તારીફ કરી રહ્યા છે.
View this post on Instagram
ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીની વાત કરીએ તો આ એક રોમેન્ટિક ફિલ્મ છે.આ ફિલ્મમાં રણવીર અને આલિયાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે.ચાહકો પણ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.ફિલ્મના ગીતો પણ રિલીઝ થઈ ગયા છે.ચાહકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે.આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે.ચાહકો પણ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : નાની ઉંમરમાં જ ફિલ્મોમાં મળી હતી સફળતા, પરંતુ નસીબે ન આપ્યો સાથ