પહેલીવાર દેખાયો આલિયાનો બેબી બમ્પ, રણબીર સાથે આપ્યા પોઝ


જ્યારથી પ્રેગ્નન્સીના સમાચાર આવ્યા છે ત્યારથી આલિયા ભટ્ટ દરેક વખતે પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી છે, પરંતુ આ વખતે તેણે એવું કંઈ કર્યું નથી. રીસન્ટલી, તે તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર અને ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે મુંબઈમાં ઈન્ફિનિટી મોલની બહાર જોવા મળી હતી.

આ દરમિયાન આલિયા ભટ્ટે ગ્રે કલરનો ટાઈટ ફિટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં આલિયા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તે રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે હસતી જોવા મળે છે.

આલિયા ભટ્ટનો આ અવતાર જોઈને તમે પણ એક મિનિટ માટે જોતા જ રહી જશો. આલિયા તેની પ્રેગ્નન્સીને ખૂબ એન્જોય કરી રહી છે. તે તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સ્થિતિમાં પણ તેણીએ કામ કરવાનું બંધ કર્યું નહીં.
આલિયા ભટ્ટ પોતાનું બાળક સ્વસ્થ રહે તે માટે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. આલિયા ભટ્ટ તે સમયે પ્રેગ્નન્સીના સમાચાર સંભળાવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેમના ચહેરા પર ખૂબ જ મીઠી સ્મિત હતી અને એ જ સ્મિત તેમના ચહેરા પર હજુ પણ જોવા મળે છે.

બ્લેક કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું ટ્રાઉઝર અને બ્લેક ગોગલ્સ પહેરીને રણબીર કપૂર પણ એકદમ ડેશિંગ લાગે છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર ઉપરાંત અયાન મુખર્જી પણ જોવા મળે છે. ત્રણેય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. તે માતા બનીને જેટલો ખુશ છે તેટલો જ રણબીર કપૂર પિતા બનીને ખુશ છે. આલિયાએ થોડા દિવસો પહેલા એમ પણ કહ્યું હતું કે રણબીર કપૂર એક સારા પિતા બનશે. ચાહકો પણ તેમના બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.