ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

આલિયા ભટ્ટનો વધુ એક ડીપફેક વીડિયો વાયરલ: ચાહકો ચિંતિત, જુઓ આ વીડિયો

Text To Speech
  • બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફરી એકવાર ડીપફેકનો શિકાર બની

મુંબઈ, 15 જૂન: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફરી એકવાર ડીપફેક વીડિયોનો શિકાર બની છે. આલિયા ભટ્ટના ચહેરા સાથેનો વધુ એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને 20 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.આલિયાના આ ડીપફેક વીડિયોએ ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. આલિયાનો જે ડીપફેક વીડિયો વાયરલ થયો છે તે ગેટ રેડી વિથ મી(GRVM)નો વીડિયો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Sameeksha Avtr (@unfixface)

ડીપફેક વીડિયો શું છે?

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સમેક્ષા અવતાર(Sameeksha Avtr) નામના યુઝરે અપલોડ કર્યો છે. આ ઈન્સ્ટાગ્રામ યુઝરના બાયોમાં લખવામાં આવ્યું છે કે, “AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા તમામ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે.”

 

 

View this post on Instagram

 

A post shared by Sameeksha Avtr (@unfixface)

ચાહકોએ ડીપફેક વીડિયો પર કરી કોમેન્ટ

ઘણા લોકોએ આ ડીપફેક વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, “AI ખતરનાક છે.” તે જ સમયે, અન્ય યુઝરે પૂછ્યું કે, ‘શું આ પણ કાયદેસર છે? શું તમે તમારો ચહેરો એડિટ કરીને આવા વીડિયો પોસ્ટ કરી શકો છો?‘ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ‘AIનો યુગ.

પેજ પર આલિયાના ઘણા ડીપફેક વીડિયો!

મહત્ત્વપૂર્ણ છે કે, સમીક્ષા અવતારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયા ભટ્ટના ઘણા ડીપફેક વીડિયો શેર કર્યા છે. લગભગ દરેક વીડિયોમાં ચાહકોએ AI કેટલું ખતરનાક છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે આલિયા ભટ્ટનો ડીપફેક વીડિયો જોવા મળ્યો હોય. આ પહેલા પણ આલિયા ભટ્ટના ડીપફેક વીડિયો વાયરલ થયા છે. આલિયા ભટ્ટ એકમાત્ર એવી અભિનેત્રી નથી જેનો ડીપફેક વીડિયો વાયરલ થયો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યા છે.

આ પણ જુઓ: વીકએન્ડની મજા થશે બમણી, શનિ અને રવિ આ ફિલ્મ અને વેબ સિરીઝની લો મજા

Back to top button