ટ્રેન્ડિંગમનોરંજન

આલિયા ભટ્ટે ફેશન શોમાં મચાવ્યો કહેર, ટ્રાન્સપરન્ટ પર્સ રહ્યું લાઈમલાઈટમાં

Text To Speech

આલિયા ભટ્ટ તેના ખાસ દેખાવ માટે ચર્ચામાં છે. હાલમાં જ આલિયા મેટ ગાલામાં તેના બેસ્ટ ડ્રેસને લઈને ચર્ચામાં હતી. આ પછી, તે હવે હાઉસ ઓફ ગુચીની પ્રથમ ભારતીય વૈશ્વિક બ્રાન્ડની એમ્બેસેડર બનવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. આલિયા ખાસ ફંક્શન માટે સિઓલ પહોંચી હતી. જ્યાં તેના કટઆઉટ બ્લેક ડ્રેસ અને ટ્રાન્સપરન્ટ પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

આલિયા ભટ્ટને ગુચી ક્રૂઝ 2024 ફેશન શો માટે વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. આલિયા ઇટાલિયન ફેશન હાઉસ સાથે તેની પ્રથમ ટૂર પર જોવા મળી હતી. આ દરમિયાન આલિયાની સાથે જોના પોપ ગ્રુપ ન્યૂ જીન્સની સિંગર હેની અને હોલીવુડ એક્ટર ડાકોટા જોન્સન જેવા ઘણા કલાકારો હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ખાસ મોમેન્ટ માટે આલિયાએ પોલ્કા-ડોટ્સ કટઆઉટ સાથે સિલ્વર લાઇનિંગ ડ્રેસ પસંદ કર્યો હતો. તેણે તેની સાથે બ્લેક પ્લેટફોર્મ હીલ્સ પણ પહેરી હતી.

આલિયા ભટ્ટ વર્ક ફ્રન્ટ

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર શાનદાર સાબિત થઈ હતી. તે હવે રણવીર સિંહ સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ સિવાય તે ટૂંક સમયમાં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ‘જીલે ઝરા’ પર કામ શરૂ કરશે. આ સિવાય તે હોલીવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં પણ જોવા મળશે.

Back to top button