આલિયાની ‘Darlings’નો શોર્ટ વીડિયો, ટૂંક સમયમાં રિલીઝ થશે ફિલ્મ


આલિયા ભટ્ટ તેના ફર્સ્ટ હોમ પ્રોડક્શન પ્રોજેક્ટ ‘ડાર્લિંગ્સ’નો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તેની સાથે અભિનેત્રી શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મૈથ્યૂ જોવા મળશે. 30 સેકન્ડના આ વીડિયોમાં શેફાલી શાહ અને વિજય સાથે આલિયાનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે. કારણકે આ ફિલ્મ ડાર્ક હ્યૂમર અને કૉમેડીથી ભરપૂર એક રોમાંચક કહાની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફિલ્મનું ટીઝર આજે ફાઈનલી લોન્ચ થઈ થશે. અનાઉન્સમેન્ટ વીડિયો શેર કરતા આલિયાએ લખ્યું કે, “थोड़ा डार्क…थोडा कॉमेडी (लिटिल डार्क, लिटिल कॉमेडी) डार्लिंग्स का टीजर आउट टुमॉरो.”
જસમીત કે.રીન દ્વારા નિર્દેશિત, ‘ડાર્લિંગ્સ’ને શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને આલિયાની ઈટરનલ સનશાઈન પ્રોડ્કશન્સ સાથે મળીને બનાવી રહ્યા છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ મુંબઈ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની કહાની એક મા-દીકરીના જીવનની આસ-પાસ ફરશે, જે અસાધારણ પરિસ્થિતિઓનો સામનો કરી રહી હોય છે, અને તેના જીવનને તમામ મુશ્કેલીઓની વિરુદ્ધ બનાવવાનો પ્રયાસ કરતી હોય છે. ફિલ્મ માટે સંગીત ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજે આપ્યું તેમજ ફિલ્મના સોન્ગ્સ ગીતકાર ગુલઝારે લખ્યા છે.

‘ડાર્લિંગ્સ’ વિશે વાત કરતા આલિયાએ ફિલ્મની શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, આ ફિલ્મ તેના દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.

આલિયાએ કહ્યું કે-” નિર્માતા તરીકે આ મારી પહેલી ફિલ્મ છે અને એ પણ રેડ ચિલીઝ પ્રોડ્કશન હાઉસ સાથે. આ ફિલ્મ જે રીતે બની રહી છે તે જોઈને મને ખૂબ જ ગર્વ અને ખુશી છે અને આશા છે કે આ ફિલ્મ વિશ્વભરના દર્શકોને મનોરંજન આપશે.”

હાલમાં આલિયા તેના પતિ અને એક્ટર રણબીર કપૂર સાથે તેમના જીવનમાં ટૂંક સમયમાં આગમન કરનારા બાળકના આગમનના સમાચારને લઈ ખુશીની પળો વિતાવી રહી છે.
તે ટૂંક સમયમાં મા બનવાની છે તે સમાચાર પણ આલિયાએ અલ્ટ્રાસાઉન્ડ સેશનની એક તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.