ટ્રેન્ડિંગમનોરંજન

આલીયા ભટ્ટે પોતાની દીકરી માટે કહી આ ખાસ વાત, વાંચો અહેવાલ

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બન્યા બાદ ખૂબ જ ખુશ છે અને ખુલ્લીને માતૃત્વનો આનંદ માણી રહી છે. તે અવારનવાર તેની પુત્રી રાહા કપૂર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જેમ જેમ રાહા મોટી થઈ રહી છે તેમ આલિયા એક નવો જ અનુભવ અનુભવી રહી છે. હવે આલિયાએ કહ્યું કે પુત્રી રાહાએ કંઈક એવું કરવાનું શરૂ કર્યું છે જેને અભિનેત્રી તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણ માને છે.

ફિડિંગ દરમ્યાન ચહેરાને કરે છે સ્પર્શ

એક ઇન્ટરવ્યુ દરમિયાન, આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે આ અઠવાડિયમાં તેની સાથે સૌથી સારી વસ્તુ શું બની? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘મારી પુત્રી મારા ચહેરાને સ્પર્શ કરી રહી છે. મને લાગે છે કે ગયા અઠવાડિયે મારી સાથે બનેલી આ સૌથી સારી બાબત છે. જ્યારે હું તેને ફિડિંગ કરાવું છું, ત્યારે તે માત્ર એક જ મિનિટ લે છે. આ પછી તે મારી તરફ જુએ છે અને મારા ચહેરાને સ્પર્શ કરવા લાગે છે. તે અમારા બંને વચ્ચેની રોમેન્ટિક ક્ષણ જેવી છે. આ ખરેખર મારી સાથે બનેલી સૌથી સારી બાબત છે

પુત્રી સાથેનો દરેક દિવસ એક નવો દિવસ છે

આલિયા ભટ્ટે એ પણ જણાવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન ફિલ્મનું શૂટિંગ કરવાનો તેનો અનુભવ કેવો રહ્યો. તે કહે છે કે મા બન્યા બાદ તે વધુ ધીરજવાન બની ગઈ છે. તેણે કહ્યું, ‘મારી પુત્રી સાથેનો દરેક દિવસ મારા માટે એક નવો દિવસ છે. દરરોજ પુત્રી સાથે એક નવી જ અભિવ્યક્તિનો અનુભવ થાય છે. હું માનું છું કે મેં જે સૌથી મહત્વની વસ્તુ શીખી છે તે છે ધીરજ. હું હંમેશા લાગણીશીલ વ્યક્તિ રહી છું, પરંતુ મને લાગે છે કે બાળક અને માતૃત્વ ચોક્કસપણે તમને સ્થિરતા અને શાંતિ આપે છે. તે ખરેખર તમને આંતરિક શક્તિ આપે છે.’

આલિયાએ ગયા વર્ષે દીકરી રાહાને જન્મ આપ્યો હતો

આલિયા ભટ્ટે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે કર્યા હતા લગ્ન. આલિયાએ લગ્નના થોડા દિવસો બાદ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. નવેમ્બર 2022માં, આલિયા ભટ્ટે એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ રણબીર કપૂરની માતા નીતુ કપૂર દ્વારા રાહા કપૂર રાખવામાં આવ્યું હતું. આલિયા અવારનવાર તેની પુત્રી સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે.

 

આ પણ વાંચો: બોલિવૂડ: આ અભિનેત્રીઓએ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે પતિને છોડ્યા, લાખો ફેંસનો આજે પણ છે ક્રશ

Back to top button