આલિયાએ ફ્લોન્ટ કર્યું ‘Baby on Board’


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટ તેના પતિ રણબીર અને ‘બ્રહ્માસ્ત્ર’ની ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ સાથે હૈદરાબાદ પહોંચી હતી. આ ઈવેન્ટની આલિયાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેણે પિંક કલરનો સૂટ પહેર્યો છે.

ફિલ્મના એક્સાઈટમેન્ટની સાથે સાથે આલિયા અને રણબીર પણ તેમના આવનાર બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. જેનું ઉદાહરણ તમે આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકો છો.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે નાગાર્જુન પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.
ખાસ વાત એ છે કે આલિયાએ જે પિંક કલરનું શરારા પહેર્યું છે તેની પાછળ તેને Baby On Board લખેલું છે. તસવીરોમાં આ ટેગલાઈનને એક્ટ્રેસ જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આલિયા આ ઈવેન્ટ દરમિયાન એકદમ એક્સાઈટેડ જોવા મળી રહી છે, તો રણબીર આ દરમિયાન તેને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં નાગાર્જુન, કરણ જોહર, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલી પણ હાજર હતા.