‘Brahmastra’ ફિલ્મનું સ્ક્રીનિંગ, આલિયાનું ન દેખાવાનું દેખાઈ ગયું


આજકાલ બી-ટાઉનની દરેક ગોસીપ્સમાં સેન્ટર ઓફ અટ્રેક્શન રહેતી આલિયા ફરી ચર્ચામાં આવી છે. આ વખતે આલિયા પર લોકોનું ધ્યાન તેના કપડાના કારણે ખેંચાયું.

9 સપ્ટેમ્બરે ફિલ્મની રિલીઝ પહેલા ‘Brahmastra’ ફિલ્મની સ્પેશિયલ સ્કીનિંગ ખાસ લોકો માટે અરેન્જ કરવામાં આવી હતી. એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ફેન્સ પહેલા ફિલ્મ મીડિયા અને બોલિવૂડ સેલેબ્સને બતાવી. આ દરમિયાન તમામ સ્ટાર પહોંચ્યા હતા.ઈવેન્ટમાં એન્ટ્રી લેતી વખતે અંદર હોલમાં જતાં આલિયા પોતાનો ડ્રેસ સરખો કરી રહી હતી. oops મોમેન્ટનો શિકાર બને તે માટે આલિયા કેમેરા સામે વારંવાર તેના કપડા સરખા કરતી જોવા મળી. ડ્રેસના કારણે હેરાનગતિ થવા થતાં ફુલ કોન્ફિડેન્સ સાથે આલિયાએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા હતા.
પરંતુ બધાનું ધ્યાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર હતું. જ્યારે તેઓ સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. રણબીરે આ દરમિયાન ટીશર્ટ, પેન્ટ અને બ્લેઝર કેરી કર્યું હતું તો આલિયાએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે આલિયા ઓરેન્જ ડ્રેસમાં પહોંચી હતી.
આ આઉટફિટમાં આલિયા બેબી ફ્લોન્ટ કરવાનું ભૂલી નહોતી તે સિવાય તેના ચહેરા પર ગ્લો પણ દેખાતો હતો. આ થાઈ સ્લીટ ડ્રેસમાં આલિયા સુંદર દેખાતી હતી પરંતુ આ ડ્રેસમાં આલિયા કમ્ફર્ટેબલ નહોતી.
આલિયા અને રણબીર બંને આ ફિલ્મને લઈને ઘણા એક્સાઈટેડ જોવા મળ્યા હતા. શરૂઆતના અનુમાન પ્રમાણે આ ફિલ્મને બ્લોકબસ્ટર હિટ ગણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એડવાન્સ બુકિંગમાં ફિલ્મે ‘ભૂલ ભુલૈયા’ને પાછળ છોડી દીધી હતી.