આલિયા ભટ્ટે પતિ અને સાસુ સાથે ઉજવી પહેલી દિવાળી : ટ્રેડિશનલ લુકમાં જોવા મળી આલિયા


આલિયા ભટ્ટે લગ્ન બાદ તેની પહેલી દિવાળી તેના સાસરિયાના ઘરે ઉજવી હતી. આલિયા અને રણબીર કપૂરની દિવાળીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિવાળીના અવસર પર બોલિવૂડમાં આ તહેવાર ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક સ્ટાર્સ દિવાળીની પાર્ટીઓમાં તેમના ટ્રેડિશનલ લુકને ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા, તો કેટલાકે તેમના ઘરે પૂજા કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ લગ્ન બાદ તેની પહેલી દિવાળી તેના સાસરિયાના ઘરે ઉજવી હતી. આલિયા અને રણબીર કપૂરની દિવાળીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટના લગ્ન પછી આ તેની પહેલી દિવાળી હતી.
આ પણ વાંચો : આ ફિલ્મો અને વેબ સિરીઝને ભુલથી પણ પરિવાર સાથે ન જોતાં : જાણો કઈ છે એ ફિલ્મો
ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા આલિયા-રણબીર
આલિયાએ તેના પતિ રણબીર કપૂર અને સાસુ નીતુ કપૂર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં નીતુ કપૂર જમીન પર બેસીને પૂજા કરતી જોવા મળી રહી છે. જ્યારે આલિયા અને રણબીર પાછળ ઉભા છે. રણબીરે હાથમાં પૂજાની ઘંટડી પકડી છે. આ પ્રસંગે આલિયાની માતા સોની રાઝદાન પણ તેની સાથે જોવા મળી હતી. લુક્સની વાત કરીએ તો આલિયા પિંક કલરના સલવાર સૂટ સાથે એલિગન્ટ લુકમાં જોવા મળી હતી. બીજી તરફ રણબીર બ્લેક એમ્બ્રોઇડરી કુર્તામાં જોવા મળ્યો હતો. નીતુ કપૂરે ઑફ-વ્હાઇટ કલર ટોપ સાથે બીન કલરનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે સોની રાઝદાન મલ્ટી-કલર કુર્તામાં જોવા મળી હતી.
View this post on Instagram
આલિયા માટે દિવાળી ખાસ છે
આ દિવાળી આલિયા અને રણબીર માટે પણ ખાસ છે કારણ કે બંને જલ્દી પેરેન્ટ્સ બનવાના છે. આલિયા પ્રેગ્નન્ટ છે, છતાં તે ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે. જોકે દિવાળીના અવસર પર તે થોડી થાકેલી દેખાતી હતી.