તુનિષાની આત્મહત્યા બાદ ફરી શરુ થયો ‘અલી બાબા’ શો : આ એક્ટ્રેસે કર્યો ખુલાસો
તુનિષા શર્માની આત્મહત્યા બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. આ કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે. અભિનેત્રીના મૃત્યુ બાદ તેનો શો પણ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન, તુનિષા શર્મા અને શીઝાન ખાનના લોકપ્રિય શો ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખરેખર, સોની સબનો હિટ શો ‘અલી બાબા’ ફરી શરૂ થયો છે. આ વાતનો ખુલાસો તુનિષાની કો-સ્ટાર સપના ઠાકુરે કર્યો છે.
આ પણ વાંચો : કલાકારો બાદ હવે તારક મેહતાના ડિરેક્ટરે પણ છોડ્યો શો : કારણ તમે પણ જાણી લો
ફરી શરુ થયો ‘અલી બાબા’ શો
તાજેતરમાં જ શોના સ્ટારને શોમાં પાછા બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અલીબાબાના કેટલાક એપિસોડ બેકઅપમાં પડ્યા હતા. જો કે તુનિષાના મૃત્યુ પછી આ શો બંધ થઈ ગયો હતો, તેથી તે હજી પ્રસારિત થયો ન હતો. હવે ધીમે ધીમે ફરી એકવાર શોની સ્ટારકાસ્ટને સેટ પર પરત બોલાવવામાં આવી રહી છે. જોકે આ સમય તેમના માટે ઘણો મુશ્કેલ છે. પરંતુ, મેકર્સે ફરી શો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
કહેવું ઘણું સરળ હોય છે કે શો મસ્ટ ગો ઓન : સપના ઠાકુર
આપને જણાવી દઈએ કે તુનિષાની કો-સ્ટાર સપના ઠાકુરે શોમાં પાછા ફરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું કે તે કેટલી નર્વસ હતી. આ સિવાય સપનાએ તુનિષાની આત્મહત્યાથી લઈને પરત ફર્યા સુધીના સમગ્ર અનુભવ પર ખુલીને વાત કરીa. તેણે કહ્યું કે, હજુ સુધી કોઈ આ આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. કહેવું ઘણું સરળ હોય છે કે શો મસ્ટ ગો ઓન, પરંતુ હકીકતમાં એવું નથી. આજે જ્યારે શોના સેટ પર આવી ત્યારે એક ભારનો એહસાસ થઈ રહ્યો હતો, એવું લાગ્યું કે કોઈ ભારી વસ્તુ અમારી પર બાંધેલી હોય, અને અમારે એ ભાર આખો દિવસ માથે લઈને ફરવું પડ્યું, આ સિવાય આજનો કડવો અનુભવ વધારે શબ્દમાં વર્ણવો ઘણો મુશ્કેલ છે.
મેકર્સે અલગ સેટ પર શરુ કર્યો શો
ઉલ્લેખનીય છે કે અલીબાબા શોની લીડ કાસ્ટમાંથી તુનિષાએ આત્મહત્યા કરી છે અને તેના આરોપોને લીધે શીઝાન ખાન હાલ પોલીસ કસ્ટડીમાં છે. શોના બંને મુખ્ય લીડ ત્યાં નથી. રિપોર્ટ્સ કહે છે કે મેકર્સ ટ્રેક બદલી શકે છે. વાસ્તવમાં, શોના નિર્માતાઓએ શો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ તેમના માટે તે જ સેટ પર પાછા જવું શક્ય નહોતું, જ્યાં તુનિષાએ આત્મહત્યા કરી હતી. તેથી બાકીના સ્ટાર્સને ધ્યાનમાં રાખીને મેકર્સે અલગ સેટ તૈયાર કર્યો છે.