ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

એલેક્સા, કૂતરો ભસવાનો અવાજ કર…અને આમ 13 વર્ષની કિશોરીએ એક બાળકીનું જીવન બચાવ્યું

  • 13 વર્ષની છોકરી નિકિતાના આઈડિયાએ તેની 15 મહિનાની ભત્રીજીનો બચાવ્યો જીવ 

બસ્તી, 5 એપ્રિલ: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ટેક્નોલોજીના યોગ્ય સમયે કરવામાં આવેલા ઉપયોગને કારણે એક માસૂમ બાળકીનો જીવ બચી ગયો છે. શહેરની હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાં રહેતી 13 વર્ષીય બહાદુર છોકરી નિકિતાએ એવું કારનામું કરી બતાવ્યું છે જેનાથી બધા દંગ રહી ગયા છે. નિકિતાની પોતાની બુદ્ધિમત્તા યોગ્ય સમયે ઉપયોગ કરીને ન માત્ર પોતાનો પરંતુ એક માસૂમનો પણ જીવ બચાવ્યો. તેણી તમામ છોકરીઓ માટે એક એવા ઉદાહરણરૂપે પણ સ્થાપિત થઈ છે કે આધુનિક ઉપકરણોનો સચોટ ઉપયોગ કરીને કોઈપણ પડકારને પાર કરી શકાય છે.  13 વર્ષની બહાદુર છોકરી નિકિતાએ એલેક્સા(Alexa) ડિવાઈસનો યોગ્ય ઉપયોગ કરીને તેનો અને તેની 15 મહિનાની ભત્રીજીનો જીવ બચાવ્યો છે. ઘરમાં ઘૂસી ગયેલા વાંદરાઓથી પોતાને બચાવવા માટે, બહાદૂર છોકરીએ એલેક્સાને કૂતરો ભસવાનો અવાજ કરવાનું કહ્યું હતું.

કેવી રીતે સમગ્ર ઘટના બની?

બન્યું કઇંક એવું કે, આવાસ વિકાસ કોલોનીમાં પાર્ક પાસે તેની બહેનના ઘરે આવેલી નિકિતા તેની 15 મહિનાની ભત્રીજી વામિકા સાથે રમી રહી હતી. બંને પહેલા માળે કિચન પાસેના સોફા પર બેઠા હતા. ત્યારે વાંદરાઓનું ટોળું અંદર પ્રવેશી આવ્યું અને ઘરના બાકીના લોકો અન્ય રૂમમાં જતા રહ્યા. વાંદરાઓ રસોડામાં ગયા અને વાસણો તેમજ ખાવાની વસ્તુઓ ઉપાડીને ફેંકવા લાગ્યા. અચાનક નજીકમાં એક વાંદરાને જોઈને બંને છોકરીઓ ગભરાઈ ગઈ.

એલેક્સાને આદેશ મળતાની સાથે જ તેણે કૂતરાના ભસવાનો અવાજ કર્યો

15 મહિનાની વામિકા કંઈ સમજી શકી નહીં, પરંતુ ડરી ગઈ અને માતા પાસે જવા માટે રડવા લાગી. જેની સાથે રહેલી બહાદુર છોકરી નિકિતા પણ ડરી ગઈ. તેણીએ કહ્યું કે, વાંદરો તેમની બંને તરફ દોડ્યો અને ત્યારે જ તેની નજર ફ્રિજ પર પડેલા એલેક્સા ડિવાઈસ પર પડી અને તેના મગજમાં જાણે લાઈટ ઓન થઈ ગઈ હોય તેમ લાગ્યું. તેણીએ એલેક્સાને કૂતરો ભસવાનો અવાજ કરવા કહ્યું. એલેક્સાને વૉઇસ કમાન્ડ મળતાની સાથે જ તેણે કૂતરાની જેમ જોરથી ભસવાનો અવાજ શરૂ કરી દીધો. કૂતરાના ભસવાનો અવાજ સાંભળીને વાંદરાઓ બાલ્કનીમાંથી ટેરેસ તરફ દોડી ગયા. પરિવારના વડા પંકજ ઓઝા કહે છે કે, એલેક્સાનો ઉપયોગ આટલી સારી રીતે કરી શકાય છે તેના વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું.

એલેક્સા ક્યાં કામ કરી શકે છે?

બાળકીના પિતાએ જણાવ્યું કે, એલેક્સા દિનચર્યાને સરળ બનાવવામાં મદદરૂપ કરે છે. એલેક્સા માહિતીને ઍક્સેસ કરવા અને સુસંગત ઉપકરણો(ડિવાઇઝ)ને નિયંત્રિત કરવા માટે તમારા વ્યક્તિગત વૉઇસ સહાયક તરીકે કામ કરે છે. એલેક્સા તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે. ટ્રાફિકની માહિતી અને કરિયાણાની યાદી પણ બનાવી શકે છે. સંગીત સાંભળવામાં મદદ કરી શકે છે. તમારા માટે વીડિયો પ્લે કરી શકે છે. જો તમે ગુડનાઇટ કહો છો, તો તે રૂમની લાઇટ બંધ કરી શકે છે. તમે તમારી ઈચ્છા મુજબ મોર્નિંગ એલાર્મ પણ સેટ કરી શકો છો.

એલેક્સા પર પ્રશ્નો ઊભા થઈ ચૂક્યા છે

એલેક્સાના ઉપયોગ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જેના કારણે ગોપનીયતાનો ભંગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે વર્ષ પહેલા એક કેસમાં એલેક્સાને કારણે એક છોકરીનો જીવ જોખમમાં મુકાયો હતો. એલેક્સાએ 10 વર્ષની બાળકીને સિક્કા વડે પ્લગ અને તેની સાથે જોડાયેલા ફોન ચાર્જર વચ્ચેના ભાગને સ્પર્શ કરવાની ઘાતક ચેલેન્જ આપી હતી. એવી આશંકા છે કે, વડીલોની ગેરહાજરીમાં એલેક્સા આવા જીવલેણ પડકારો આપીને બાળકોના જીવનને જોખમમાં મૂકી શકે છે. જોકે, આ ઘટના બાદ એમેઝોને દાવો કર્યો હતો કે, તેમણે ખામી દૂર કરી દીધી છે.

આ પણ જુઓ: ના હોય! ચાવી વિના સ્કૂટી સ્ટાર્ટ કરી શકાય? જૂઓ આ જાદુઈ ટ્રિકનો વીડિયો

Back to top button