PM મોદીની મુંબઈ મુલાકાતને લઈને એલર્ટ, ડ્રોન પર પ્રતિબંધ, વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટનમાં વડાપ્રધાન પહોંચશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે મરોલ, અંધેરી, કોલાબા, સીએસટીમાં પીએમની મુલાકાતના સ્થળે ડ્રોન અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ જઈ રહ્યા છે. PM છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. મુંબઈ પોલીસે કલમ 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે મુંબઈ પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.

મુંબઈથી બે વંદે ભારત ચાલશે
મુંબઈથી ટૂંક સમયમાં જ બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર વંદે ભારત રૂટ પર દોડશે જ્યારે બીજી મુંબઈ-શિરડી વંદે ભારત રૂટ પર દોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી ટર્મિનસથી વંદે ભારત બંને ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. બંને ટ્રેનોનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી આ માર્ગો પર વંદે ભારત ચાલી રહી છે
અત્યાર સુધી વંદે ભારત ટ્રેન 8 રૂટ પર દોડી રહી છે. આ પૈકી વંદે ભારત નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-વૈષ્ણો દેવી, ગાંધીનગર-મુંબઈ, દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નાઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-નવી જલપાઈગુડી અને વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ રૂટ પર ચાલી રહી છે.
આ પણ વાંચો : તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા