ચારધામ જતા યાત્રિકો માટે એલર્ટ: જાણો શું છે નવી માર્ગદર્શિકા
- રાજ્યના મુખ્ય સચિવ રાધા રતૂરીએ જારી કર્યો આ કડક આદેશ
ઉત્તરાખંડ, 17 મે: ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 12મી માર્ચે બદ્રીનાથના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે હવે ચારધામ યાત્રા પર જતા યાત્રિકોએ નોંધ લેવી જોઈએ કે, રાજ્યના મુખ્ય સચિવ રાધા રતૂરીએ ચારધામ મંદિરના 50 મીટરની અંદર વીડિયો કે રીલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મંદિરમાં VIP દર્શન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
चारधाम यात्रा में तीर्थयात्रियों की भारी भीड़ को देखते हुए उत्तराखंड की मुख्य सचिव राधा रतूड़ी ने वीआईपी दर्शन पर लगी रोक को 31 मई तक बढ़ा दिया है, ताकि सभी श्रद्धालु आसानी से चारों धामों के दर्शन कर सकें। pic.twitter.com/faQK0QKKWo
— ANI_HindiNews (@AHindinews) May 17, 2024
ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 26 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. 3 લાખથી વધુ લોકોએ ચારધામની મુલાકાત લીધી છે. ચારધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં 11થી વધુ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા ચાર લોકો ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરથી પીડાતા હતા. એવા ઘણા ભક્તો છે જેઓ નોંધણી વિના ચારધામની મુલાકાત લેવા અથવા ફક્ત કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવા માટે નીકળી ગયા છે. જેના કારણે લોકોને ચારધામ તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
ચારધામ મંદિર પરિસરમાં વીડિયોગ્રાફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ
Uttarakhand Chief Secretary Radha Raturi orders a ban on videography/making reels for social media within a radius of 50m of the temple complex in all four Dhams
She has given this order to Secretary Tourism, Commissioner Garhwal Division & DMs and SPs of the concerned districts pic.twitter.com/R5klCpNa46
— ANI (@ANI) May 17, 2024
કેટલીક જગ્યાએ ચારધામ તરફ જતા વિવિધ માર્ગો પર ટ્રાફિક જામ છે તો કેટલીક જગ્યાએ શ્રદ્ધાળુઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહીને રાહ જોવી પડે છે. ચારધામ યાત્રા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓએ નોંધ લેવું જોઈએ કે હવે વહીવટીતંત્રે એક મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતૂરીએ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, જે શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ફસાયેલા છે અને વિરોધ કરવા લાગ્યા છે તેઓ ચારેય ધામના દર્શન કરી શકે. રાધા રતૂરીએ આવો જ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે ચારધામ મંદિરોના કાર્યક્ષેત્રમાં વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ બનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચારધામ યાત્રામાં હવે તમે રીલ બનાવી શકશો નહીં
આદેશ મુજબ, ચારધામ મંદિરની 50 મીટરની ત્રિજ્યામાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા અને વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અંગેના આદેશ પ્રવાસન સચિવ અને ગઢવાલ ડિવિઝનના કમિશનર, ડીએમ અને એસપીને પણ મોકલવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો શ્રદ્ધાળુઓ કે યાત્રીઓ ચારધામ મંદિરના 50 મીટરની અંદર ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને રીલ બનાવતા જોવા મળે તો તેમની સામે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. જે ભક્તો ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છે તેમને આ જાણવું જરૂરી છે. આટલું જ નહીં, જો તમે ચારધામની મુલાકાતે જવાના હોવ તો રજીસ્ટ્રેશન વગર ન જાવ તો સારું રહેશે, કારણ કે ચારધામ યાત્રા દરમિયાન તૂટેલી વ્યવસ્થાનું કારણ તે લોકો પણ છે જેઓ નોંધણી વગર મોટી સંખ્યામાં દેવભૂમિ પહોંચ્યા હતા. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચારધામની યાત્રા કરનારાઓએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
- અવ્યવસ્થાનું કારણ એ પણ કહેવાય છે કે, લોકો નોંધણી વગર અથવા આપેલી તારીખ પહેલા ચારધામ યાત્રા કરવા પહોંચ્યા છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, જો તમે ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો રજીસ્ટ્રેશન વગર ન જશો. ઉપરાંત, નોંધણી પછી પણ, વહીવટી અધિકારીઓ પાસેથી તમારી મુસાફરી સંબંધિત માહિતી લેતા રહો, જેથી તમે સિસ્ટમ અને યોગ્ય પરિસ્થિતિ વિશે માહિતી મેળવતા રહો.
- જો તમે ચારધામની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, કારણ કે ખાનગી વાહનો જામનું અસલી કારણ બની ગયા છે તેમજ મોટી સંખ્યામાં લોકો ખાનગી વાહનોમાં ચારધામ યાત્રાએ પહોંચી રહ્યા છે. પહાડોમાં રસ્તાઓ સાંકડા છે. આવી સ્થિતિમાં જામ જેવી સ્થિતિએ લોકોને પરેશાન કરી દીધા છે. જો અત્યંત જરૂરી હોય તો જ ખાનગી વાહન દ્વારા ચારધામ જવાની સલાહ આપવામાં આવે છે.
- જો તમે ચારધામની યાત્રાએ જઈ રહ્યા હોવ તો ઉતાવળમાં ક્યાંય પહોંચવાનો કે છોડવાનો પ્રયાસ ન કરો. તમારી યાત્રા આરામથી પૂર્ણ કરો તેમજ વહીવટી અધિકારીઓના સંપર્કમાં રહો અને વર્તમાન પરિસ્થિતિનો હિસાબ લેતા રહો. જેથી તમે જાણી શકો કે જ્યાં તમે આગલા સ્ટોપ પર જવાની યોજના બનાવી રહ્યા છો ત્યાંની સ્થિતિ શું છે.
- જો તમે ચારધામની ટ્રીપ પર જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે ચારધામ પિકનિક સ્પોટ નથી. સનાતન ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંનાં એક છે. આવી સ્થિતિમાં, સ્થળની પવિત્રતા જાળવો અને વિવિધ સ્થળોએ રીલ્સ બનાવવાનું ટાળો અને તમારી સાથે વધુ સામાન ન રાખવાનો પ્રયાસ કરો. ઉપરાંત, એક વાતનું ધ્યાન રાખવું કે અવાજ(ઘોંઘાટ) કરવાનું ટાળવું.
- ચારધામ તીર્થયાત્રા પર જતા લોકોએ તમારી સુરક્ષા માટે તૈનાત અધિકારીઓ અને પોલીસકર્મીઓની સૂચનાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. તાજેતરમાં, યમુનોત્રી પહોંચેલી ભીડને જોતા, વહીવટીતંત્રે લોકોને તે દિવસ માટે તેમની યાત્રા મોકૂફ રાખવાની અપીલ કરી હતી, તેમ છતાં લોકો ત્યાં પહોંચી ગયા હતા, પરિણામે સરકારી તંત્ર નિષ્ફળ ગયું અને સિસ્ટમો ખોરવાઇ ગઈ.
આ પણ જુઓ: રશ્મિકા મંદાન્નાએ અટલ સેતુ પર બનાવ્યો વીડિયો, પીએમ મોદીએ કર્યા વખાણ