આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

દુબઈમાં એલર્ટ જાહેર, ફરીવાર ભારે વરસાદની સાથે તોફાની પવન ફુંકાયો

  • દુબઈમાં ફરીવાર ભારે વરસાદની સાથે વાવાઝોડું ત્રાટક્યું છે
  • સ્થિતિને ધ્યાનમાં લેતા શાળાઓ, ઓફિસો અને અન્ય જાહેર વ્યવસ્થાઓ ટૂંકા ગાળા માટે બંધ રહેશે 
  • જોકે, પહેલા પડેલા વરસાદ કરતાં આ વખતે સ્થિતિ ઓછી ગંભીર રહેશે

દુબઈ, 2 મે: UAE માં ફરી એકવાર ભારે વરસાદ અને જોરદાર તોફાન ત્રાટક્યું છે. દુબઈમાં બુધવારે મધરાતથી ભારે વરસાદ અને તોફાન ચાલુ છે. આવી સ્થિતિમાં દેશભરમાં એલર્ટ જારી કરવાની સાથે તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને તમામ શાળાઓ અને સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

UAE(સંયુક્ત આરબ અમીરાત)માં ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અરાજકતા સર્જાઈ છે. UAEમાં ગુરુવારે ભારે વરસાદ અને તોફાનને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ડઝનબંધ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી અને ઇન્ટરસિટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં દુબઈમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું છે. દુબઈના તમામ વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.

દુબઈમાં આગામી 48 કલાક ભારે રહેશે

સ્થાનિક ન્યુઝ પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી યુએઈ આ અસ્થિર હવામાનની લહેરનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે. દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં સેફ્ટી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. શાળાઓ ડીસ્ટન્સ લર્નિગ પર ચાલી રહી છે, જયારે કંપનિઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓેને વર્ક ફ્રોમ હોમ આપવા વિનંતી કરવામાં આવી છે.  બાગ-બગીચા, ઉદ્યાનો અને દરિયાકિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ વાવાઝોડા અને ભારે વરસાદની અસર થી એરપોર્ટ અને એરલાઈન્સ પણ બાકાત નથી. આજે તાત્કાલિક અસરથી અનેક ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. માર્ગો પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

મધરાતથી મુશળધાર વરસી રહ્યો છે વરસાદ

નેશનલ સેન્ટર ફોર મીટીરોલોજી (એનસીએમ) દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ મુજબ યુએઈમાં મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. દુબઈમાં આજે સવારે 2.35 વાગ્યે વરસાદની સાથે વીજળી પણ પડી હતી. હવે આગામી 48 કલાક માટે મેજર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી બે દિવસમાં પડનારો વરસાદ આ મહિનાની શરૂઆતમાં દેશમાં પડેલા અભૂતપૂર્વ વરસાદ કરતાં ઓછો ગંભીર હશે. જાહેર જનતાને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ચંદ્ર પર બરફના જથ્થામાં આઠ ગણું પાણી, ISROના નવા અભ્યાસમાં થયો ખુલાસો

Back to top button