દારૂના કારણે વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુ, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
- ભારતમાં એક લાખ મૃત્યુમાંથી 38.5 ટકા મૃત્યુ થઇ રહ્યા છે દારૂના કારણે, આ સંખ્યા ચીન કરતા પણ બમણી : 20થી 39 વર્ષની વયના યુવાનો દારૂ અને ડ્રગ્સનો સૌથી વધુ શિકાર
નવી દિલ્હી, 28 જૂન: દારૂના કારણે દર વર્ષે વિશ્વભરમાં 26 લાખથી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકો દારૂ અને નશીલી દવાઓના કારણે થતા રોગોથી પીડિત છે. આ વિશ્વમાં કુલ મૃત્યુના 4.7 ટકા છે. એટલે કે દર 20માંથી એક મૃત્યુ માટે દારૂ જવાબદાર છે. આ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન આલ્કોહોલ એન્ડ હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર’માં સામે આવી છે.
Effective treatment for substance use disorders – such as alcohol and drug use disorders, but in most countries, treatment is either limited or unaffordable.
Factors contributing to this vast treatment gap incl.:
🔸 Stigma & discrimination
🔸 Misconceptions about the… pic.twitter.com/oWtSGzotTw— World Health Organization (WHO) (@WHO) June 26, 2024
રિપોર્ટ અનુસાર, જો આમાં ડ્રગ્સના કારણે થતા મૃત્યુને પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યા 30 લાખથી વધુ છે. ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં એક લાખ મૃત્યુમાંથી 38.5 ટકા મૃત્યુ દારૂના કારણે થઇ રહ્યા છે. આ સંખ્યા ચીન કરતા બમણી છે. ચીનમાં પ્રતિ 1 લાખ મૃત્યુમાંથી દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 16.1 ટકા છે.
20 થી 39 વર્ષની વયના યુવાનો વધુ અસરગ્રસ્ત
20 થી 39 વર્ષની વયના યુવાનો દારૂ અને ડ્રગ્સનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે. દારૂ પીડિત 13 ટકા આ વય જૂથના લોકો હતા. આરોગ્ય સંસ્થાએ એ પણ પુષ્ટિ કરી છે કે 2019 માં યુરોપ અને આફ્રિકન પ્રદેશોમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 31.2 ટકા લોકો દારૂના વ્યસની
ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 31.2 ટકા લોકો દારૂનું સેવન કરે છે. આમાંથી 3.8 ટકા એવા લોકો છે કે જેઓ ગંભીર રીતે વ્યસની છે અને દરરોજ મોટી માત્રામાં દારૂ પીવે છે, જ્યારે 12.3 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક દારૂ પીવે છે. ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 41 ટકા પુરુષો દારૂ પીવે છે, જ્યારે સ્ત્રીઓમાં આ સંખ્યા 20.8 ટકા છે.
આ પણ જુઓ: ‘રજા અરજી પણ લખતા આવડતી નથી, નોકરી કેવી રીતે મળી?’ શિક્ષક સંઘની અરજી પર SC