

અમેરિકા, 20 માર્ચ 2025 : overweight is the cause of air crash અલાસ્કામાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ સાંભળીને તમને પણ આઘાત લાગશે. રિપોર્ટ અનુસાર, આ વિમાન અકસ્માત વધુ વજનને કારણે થયો હતો. હવે તમે વિચારતા હશો કે કેવી રીતે… તો ચાલો અમે તમને આખો મામલો સમજાવીએ. વાત જાણે એમ છે કે ગયા મહિને જ, અલાસ્કામાં એક વિમાન અચાનક ક્રેશ થયું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે તે એક નાનું વિમાન હતું.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
હવે આ કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાના પેસેન્જર વિમાનમાં બર્ફીલા વાતાવરણમાં જરૂરિયાત કરતાં અડધો ટન વધુ વજન હતું. આ કારણે વિમાન અકસ્માતનો ભોગ બન્યું. બુધવારે જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ વિમાન દુર્ઘટનાનું કારણ વજન હોવાનું જણાવ્યું છે. આ વિમાન 6 ફેબ્રુઆરીના રોજ ઉનાલકલીટથી નોમ જઈ રહ્યું હતું. ‘બેરિંગ એર’ ની આ ફ્લાઇટ અલાસ્કામાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં સવાર તમામ 10 મુસાફરોના અવસાન થયા હતા.
વજન 480 કિલો વધારે હતું
NTSBના અલાસ્કા પ્રાદેશિક નિર્દેશક ક્લિન્ટ જોહ્ન્સને જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે વિમાન ઓવરલોડેડ હતું. અંતિમ અહેવાલ તૈયાર થવામાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે દુર્ઘટના પછી વિમાનની સામગ્રીની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે તેનું અંદાજિત પ્રસ્થાન વજન 4,475 કિલોગ્રામ (1,200 પાઉન્ડ) હતું – જે બર્ફીલા વાતાવરણને કારણે ટેક-ઓફ વજન કરતાં લગભગ 480 કિલોગ્રામ (1,400 પાઉન્ડ) વધુ હતું. જેના કારણે આ અકસ્માત થયો.
વિમાનનું વજન કેટલું હોવું જોઈએ?
તે વિમાનના પ્રકાર અને કદ પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ભારે જેટ વિમાનનું મહત્તમ ટેક-ઓફ વજન 77,5000 પાઉન્ડ એટલે કે લગભગ 387 ટન સુધી હોય છે. એરબસ-380નું ટેક-ઓફ વજન 1208000 પાઉન્ડ એટલે કે લગભગ 604 ટન, નાના વિમાનનું વજન 12500 પાઉન્ડ એટલે કે 5670 કિલોગ્રામથી ઓછું હોવું જોઈએ. તેનાથી પણ નાના વિમાનનું વજન 10450 પાઉન્ડ અથવા 4740 કિલોગ્રામથી ઓછું હોવું જોઈએ.
આ પણ વાંચો : JCBથી આખું ATM મશીન ઉખાડીને લઈ ગયા ચોર, બદમાશોને શોધી રહી છે પોલીસ