ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વિમાનભાડાંમાં અસાધારણ વધારો, જાણો શું છે ફ્લાઈટનું ભાડું વધવાનું કારણ

Text To Speech

નવી દિલ્હી, 13 ડિસેમ્બર 2023: દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટનું ભાડું લગભગ 5 ગણું વધ્યું છે. અત્યાર સુધી દિલ્હીથી મુંબઈ જવા માટે લગભગ 5 હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. પરંતુ હવે ફ્લાઈટની ટિકિટની કિંમત 27 હજાર રૂપિયાની આસપાસ પહોંચી છે. આ માત્ર દિલ્હીથી મુંબઈનો મામલો નથી, પરંતુ દિલ્હીથી બીજા સ્થળ માટેના હવાઈ ભાડા પર આસમાને પહોંચી રહ્યા છે. સવાલ એમ ઊભો થાય છે કે કયા કારણસર ફ્લાઈટના ભાડામાં એકંદરે વધારો થઈ રહ્યો છે?

માંગ-પુરવઠાના આધારે કિંમત નક્કી કરાઈ છે

આ અંગે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી ડૉ. વીકે સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે એર કોર્પોરેશન એક્ટ લાગુ થયા પછી માર્ચ 1994થી ભાડા નક્કી કરવામાં સરકારની દખલગીરી સમાપ્ત થઈ ગઈ છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937માં તમામ સુનિશ્ચિત એરલાઈન્સને સંચાલન ખર્ચ અને તેમની વિશેષ સેવાઓના આધારે તેમના ભાડા નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે, હાલમાં ભાડું માંગ-પુરવઠાના સિદ્ધાંતના આધારે નક્કી કરવામાં આવે છે.

હવાઈ ​​ભાડું ફ્લાઇટમાં સીટોની ઉપલબ્ધતા, ઇંધણની કિંમત, સંબંધિત રૂટ પર એરક્રાફ્ટની કામગીરીની ક્ષમતા, એરલાઇન્સ વચ્ચેની સ્પર્ધા ઉપરાંત હવામાન, રજાઓ, તહેવારો વગેરે અને અન્ય ઘણા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. મુસાફરો એડવાન્સ બુકિંગ દ્વારા ઓછી કિંમતે એર ટિકિટ બુક કરાવી શકે છે. જેમ જેમ મુસાફરીનો સમય નજીક આવે છે તેમ તેમ ઉપલબ્ધ સીટોના ​​આધારે હવાઈ ભાડું વધુ મોંઘું થતું જાય છે.

ફ્લાઈટના ભાડાં વધવાના આ મુખ્ય કારણો

સ્ટાર એર કન્સલટન્સીના ચેરમેન હર્ષવર્ધને આ બાબતે જણાવ્યું કે, કેટલીક એરલાઈન્સ નુકસાનના કારણે ઠપ થઈ છે. જેનાથી એરલાઈન્સ વચ્ચેની સ્પર્ધા પણ ના બરાબર જોવા મળે છે. બીજી તરફ મુસાફરોનો ધસારો વધ્યો છે જેની સામે સીટની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. તેમજ ફ્લાઈટની મુસાફરીની માંગમાં વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે હવાઈ ભાડામાં તીવ્ર વધારો થયો છે. તેમણે એમ જણાવ્યું કે દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત 1.12 લાખ રૂપિયા પ્રતિ કિગ્રાની આસપાસ પહોંચી ગઈ છે. આ વધેલા ભાવોને કારણે એરલાઈન્સની ઓપરેશન કોસ્ટ પણ વધી ગઈ છે, જેના કારણે લગભગ તમામ એરલાઈન્સે તેમના તમામ સેક્ટરમાં હવાઈ ભાડામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: BREAKING NEWS : લોકસભામાં પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા, જોખમ જણાતા સંસદ સ્થગિત

Back to top button