ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

અલંગ શિપયાર્ડના પ્લોટમાં ભરાઈ છે પાણી, મજૂરોના ઝુંપડા પણ તણાતાં નથી લાગતો સમય

Text To Speech
એશિયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ ખાતે પરપ્રાંતિય મજૂરોની હાલત ખુબ જ કફોડી બની છે. જ્યાં ગોહિલવાડ શિપબ્રેકરની આસપાસ રેહતા મજૂરોને દર ચોમાસા વરસાદી પાણી તેમજ નદીના વહેણને કારણે રહેતા મજૂરોની ઝુંપડાઓ તણાય જાય છે.
દોઢ દાયકાથી થયા છે સ્થાયી, રજૂઆત કરી પણ નથી આવતો ઉકેલ
ભાવનગરના જીવાદોરી સમાન ગણાતા ઉદ્યોગોમાંનો એક એવા અલંગ ખાતે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે વધુ એક સમસ્યા સામે આવી હતી. એશીયાના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ અલંગ ખાતે પરપ્રાંતિય મજૂરોની હાલત ખુબજ કાફીડી બની છે. અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં અંદાજે 200 થી 250 પરપ્રાંતિય મજૂરોના જીવન જોખમે જીવન પસાર કરી રહ્યા છે. અલંગ ખાતે અન્ય રાજ્યમાંથી આવેલા પરપ્રાંતિય મજૂરો 15 વર્ષથી અહીંયા રહે છે. અહીં દર ચોમાસે પ્લોટ નંબર 86, 87, 87A માંની પાસે પાણી ભરાઈ જાય છે. અને ખોલીમાં પાણી ઘુસી જાય છે. જ્યારે પણ દરિયાની ભરતી હોય ત્યારે આ વિસ્તારમાં 40 થી 50 ખોલીઓ આવેલી છે. અને જેમાં દરિયાના પાણી આવી જતા મજૂરો મુશ્કેલીમાં મુકાય છે. પોતાનું પેટીયું રળવા આવેલા મજૂરો ન છૂટકે જીવના જોખમે રહેવા મજબુર બને છે. નાના ગરીબ માણસોનું GMB ના અધિકારીઓ સાંભળવતા જ નથી. તેઓએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી તથા મણારી નદીનું પાણી ના વહેણ પ્લોટનું ધોવાણ થઇ જાય છે, આ જગ્યાએ દર વર્ષે 3 લાખથી વધુની માટી નાખીએ છીએ છતાં પણ ધોવાણ થઈ જાય છે, જેમાં એલપીજી ગોડાઉન, વેસ્ટ ગોડાઉન તથા અન્ય કિંમતી સામાનના ગોડાઉન નાશ થઈ જાય છે, આ તમામ પ્લોટ પર બ્રેકીંગ પ્રવૃત્તિ કરવા સક્ષમ નથી, અનેક વખત રજુઆત કરવા છતાં જીએમબી ધ્યાન આપતો નથી.
Back to top button