ટોપ ન્યૂઝવર્લ્ડ

એલન મસ્ક ટ્વિટર નહીં ખરીદે, કહ્યુ – ફેક એકાઉન્ટ્સની જાણકારી આપવામાં કંપની નિષ્ફળ રહી

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે ટ્વિટર ખરીદવા માટે $44 બિલિયનનો સોદો રદ્દ કર્યો છે. તેમનું કહેવું છે કે આ સોશિયલ મીડિયા કંપની ફેક એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ રહી છે. તમને જણાવી દઈએ કે, મસ્કે એપ્રિલમાં પ્રતિ શેર 54.20 ડોલરની ઓફર કરી હતી.

એલોન મસ્કના વકીલોએ જણાવ્યું હતું કે, ટ્વિટર અનેક વિનંતીઓ છતાં નકલી અથવા સ્પામ એકાઉન્ટ્સ વિશે માહિતી આપવામાં નિષ્ફળ ગયું છે. એવું જ સમજો કે તેમણે જવાબ આપવાની ના પાડી.

એલોન મસ્કના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ‘ટ્વિટર કરારની કેટલીક જોગવાઈઓનો ભંગ કરે છે. તેણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી હોય તેવું લાગે છે અને તેના કારણે જ એલન મસ્કે સોદો રદ્દ કર્યો છે.”

ટ્વિટરના ચેરમેન બ્રેટ ટાયલોએ કહ્યું છે કે, બોર્ડ મર્જર કરારને લાગુ કરવા માટે કાનૂની પગલાં લેવાની યોજના બનાવી છે.

Back to top button