9 બાળકોનો પિતા એલન મસ્ક, જાણો જુડવા બાળકોને જન્મ આપનારી શિવોન જીલીસ વિશે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. ટેસ્લા ચીફ એલોન મસ્કને કુલ 9 બાળકો હોવાનું કહેવાય છે. નવેમ્બર 2021માં તેમણે શિવોન જીલીસ સાથે બે જોડિયા બાળકો હતા. શિવોન એલોન મસ્કની ન્યુરાલિંકના ટોચના એક્ઝિક્યુટિવ છે. અહેવાલો અનુસાર, એલન અને જિલિસે એપ્રિલમાં એક અરજી દાખલ કરી. જેમાં તેઓએ માંગ કરી હતી કે, બાળકોના નામની વચ્ચે પિતાનું નામ છેલ્લા અને માતાનું નામ ઉમેરવામાં આવે. આ અરજીના કારણે તેમના જોડિયા બાળકોની વાત ફેલાઈ ગઈ હતી. મે મહિનામાં આ અરજી પર મસ્કને મંજૂરી આપવામાં આવી હતી.
વેસ્ટલો લીગલ રિસર્ચ સર્વિસ મુજબ, ન્યાયાધીશે તેમના બાળકોના નામ બદલવાની અરજી સ્વીકારી અને મંજૂર કરી.
કોણ છે શિવોન જીલીસ?
સિવોન જિલિસ ન્યુરાલિંક ખાતે ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે. ન્યુરાલિંકની સ્થાપના એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી અને તે તેના ચેરમેન છે. તે મે 2017થી કંપનીમાં કામ કરી રહી છે. તેને 2019માં ટેસ્લા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ડિરેક્ટર પણ બનાવવામાં આવી હતી. LinkedIn પરની તેમની પ્રોફાઇલ મુજબ, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બોર્ડ મેમ્બર પણ રહી ચૂકી છે. જીલીસનો જન્મ કેનેડામાં થયો હતો અને તેણે યેલ ખાતે અર્થશાસ્ત્ર અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો.તેણીએ IBM અને બ્લૂમબર્ગ બીટામાં કામ કર્યું છે.
એલોન મસ્કને કેટલા બાળકો છે?
એલોન મસ્કને હવે બે જોડિયા બાળકો સાથે કુલ 9 બાળકો છે. તેને કેનેડિયન ગાયક ગ્રીમ્સના બે બાળકો અને ભૂતપૂર્વ પત્ની અને કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સનના પાંચ બાળકો છે. મસ્ક અને ગ્રાઈમ સંપૂર્ણપણે અલગ થયા ન હતા અને ડિસેમ્બરમાં સરોગસી દ્વારા એક બાળકનો જન્મ થયો હતો. અહેવાલો અનુસાર, સરોગસી દ્વારા બાળકના જન્મના થોડા મહિના પહેલાં જ તેમને જોડિયા બાળકો થયા હતા. તમને જણાવી દઈએ કે ટેસ્લાના CEOએ ઘણી વખત ઘટતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી છે. તે આ અંગે ખુલીને વાત કરે છે.
ઈલોન મસ્કની 18 વર્ષની ટ્રાન્સજેન્ડર પુત્રી તાજેતરમાં નામ બદલવાની અરજી લઈને કોર્ટમાં પહોંચી હતી. તેણે અરજીમાં કહ્યું હતું કે, તે તેના જૈવિક પિતા સાથે રહેતી નથી અને કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા માંગતી નથી. તેથી તેણે પોતાનું નામ બદલવાની માંગણી કરી હતી. તેનું નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક છે. તેની માતા જસ્ટીલ વિસન છે.
આ પણ વાંચોઃ
એલોન મસ્ક પર યૌન શોષણનો આરોપ: સ્પેસએક્સે સેટલમેન્ટમાં 2 કરોડ રૂપિયા ચૂકવ્યા!
Jack Dorsey નહીં હોય ટ્વીટરના નવા CEO,શું છે એલોન મસ્કનો પ્લાન?