અમદાવાદમાંથી પકડાયેલા અલ-કાયદાના સભ્યોને 7 દિવસના રિમાન્ડ પર મોકલાયા, રથયાત્રા હતી ટાર્ગેટ
ગુજરાત ATSએ ગત 21મેના રોજ અમદાવાદમાંથી અલ-કાયદાના ચાર શકમંદોની ધરપકડ કરીને મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ કાવતરાના મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબના 30 મે સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. ત્યારે હવે મેટ્રો કોર્ટે અન્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATSએ અમદાવામાંથી 4 આરોપીઓની કરી હતી ધરપકડ
ગુજરાત ATSએ અમદાવાદમાંથી આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે કામ કરતા એક સક્રિય ગ્રુપનો પર્દાફાશ કર્યો હતો. ATSએ અલ-કાયદાના સભ્યોને પકડીને આતંકીઓનાં નાપાક ઈરાદા પર પાણી ફેરવ્યું હતું. તેઓ રથયાત્રા પહેલાં ગુજરાતમાં કોઈ મોટું આતંકી ષડ્યંત્ર રચી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. જે બાદ તપાસ કરતા બાદ ATSએ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ ષડયંત્રના મુખ્ય આરોપી મોહમ્મદ સોજીબને 30 મે સુધી રિમાન્ડ પર મોકલી દીધો હતો. ત્યારે અન્ય આરોપીઓ જહાંગીર, અઝરૂલ ઈસ્લામ, આકાશ ખાનને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.રિમાન્ડ માટે ATSએ 11 વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટમાં આ તમામ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રથયાત્રા પહેલાં આતંકી કાવતરાનો પર્દાફાશ
ગુજરાત ATSએ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ચાર સંદિગ્ધ ઈસમોની ધરપકડ કરી હતી.જે બાદ તપાસમાં આ ઈસમો બાંગ્લાદેશના રહેવાસીઓ હોવાનું અને બોગસ આઇડી બનાવીને ભારતમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં રહેતા આ ઈસમો બોગસ આઈડી પ્રૂફ બનાવીને બાંગ્લાદેશમાં બેઠેલા આકાઓના ઈશારે ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર રચતા હતા. આમ રથયાત્રા પહેલાં જ અમદાવાદમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચો : અમદાવાદનો આ યુવક દેશના યુવાનો માટે બન્યો મિશાલ, 300થી વધુ યુવાનોને રોજગારી અપાવી અને 500થી વધુને વ્યસનમુક્ત બનાવ્યા