ટ્રેન્ડિંગમનોરંજન

પાન-મસાલાની જાહેરાત કરતાં અક્ષય ફરી થયો ટ્રોલ

  • અક્ષયની એક ભૂલના કારણે સોશિયલ મીડિયામાં ફરી ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તમાકુ બ્રાન્ડની નવી જાહેરાતમાં શાહરુખ ખાન અને અજય દેવગનની સાથે અક્ષય કુમારને જોઈને ચાહકો ભડક્યા છે.

અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણે તમાકુ બ્રાન્ડની નવી જાહેરાત માટે ફરીથી હાથ મિલાવ્યો છે. આ પહેલા પણ ત્રણેય કલાકારો એક જ કંપનીના એડ શૂટ માટે સાથે જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખના એક ફેને એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ જાહેરાતમાં ત્રણ કલાકારો ઉપરાંત અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળી રહ્યા છે. આ પાન-મસાલાની જાહેરાત જોતા જ અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકો તેમની જૂની કરેલી ભૂલને યાદ કરાવી રહ્યા છે, જ્યારે એક તમાકુ બ્રાન્ડ માટે એડ કર્યા પછી તેણે માફી માંગી અને કહ્યું હતુ કે તે આવી જાહેરાત ફરી ક્યારેય નહીં કરે.

અક્ષય કુમારે ફરી કરી ભૂલ

અગાઉ અક્ષય કુમાર તમાકુ બ્રાન્ડની એક જાહેરાતમાં જોવા મળ્યો જેના કારણે તે ટ્રોલ થયો હતો. લોકોએ તેમને તેમનો એક જૂનો ઈન્ટરવ્યુ યાદ અપાવ્યો હતો, જેમાં અક્ષયે કહ્યું હતું કે તે એવી કોઈ પણ વસ્તુનો પ્રચાર કરતો નથી જેની સાથે તે પોતે સહમત ન હોય, એટલે કે તે એવી કોઈ પણ વસ્તુની જાહેરાત પણ કરતો નથી જેનો તે પોતે ઉપયોગ ન કરતો હોય. તે ટ્રોલિંગ પછી અક્ષયએ સત્તાવાર રીતે માફી માંગવી પડી હતી, પરંતુ અક્ષયે ફરીથી આ ભૂલ કરી છે અને તે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર બન્યા છે.

  • આ તમાકુ બ્રાન્ડની જાહેરાતથી અક્ષય સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@srkking555)

શું કહી રહ્યા છે લોકો

વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક વ્યક્તિએ કહ્યું, ‘અક્ષયને લોકોની વાત સાંભળવી પડશે. તેણે કહ્યું હતું કે તે તમાકુની જાહેરાતો નહીં કરે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘અક્ષય કુમારે કહ્યું હતું કે હવે તે પાન મસાલાની જાહેરાત નહીં કરે કારણ કે જ્યારે તેણે પહેલીવાર ‘વિમલ’ની એડ કરી તો તેના ચાહકો ખુશ નહોતા. તો પછી તેણે ફરીથી આવું કેમ કર્યું? અન્ય એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું, ‘અક્ષય કુમાર વિમલની એડ કરવાની ના પાડી હતી તો આ શું કર્યું? આ કેવો નિર્ણય છે? અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, ‘દુઃખી, અસ્વસ્થ, તે પોતાની વાત પર વળગી રહ્યો નહીં.’ જો કે, એક ચાહકે કહ્યું, ‘તે કદાચ તમાકુ નથી, પરંતુ અમુક સ્વાદવાળી સોપારી છે.’

આ પણ વાંચો:  શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો : મહારાષ્ટ્ર સરકારે આપી Y+ સિક્યોરીટી

Back to top button