અક્ષય-ટાઈગરની જોડીની ધમાલઃ બડે મિયાં છોટે મિયાંનો ફર્સ્ટ લુક જારી
- 2024માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ લઈને આવી રહ્યા છે. બંને કલાકારોએ તેમના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફોટો શેર કરીને તેમના ચાહકોને નવા વર્ષની ભેટ આપી છે.
બોલિવૂડનો ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમાર હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં ઘણો વ્યસ્ત છે. નવા વર્ષની શરૂઆત કરતી વખતે અક્ષય કુમારે તેના ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે. 2024માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં‘ લઈને આવી રહ્યા છે. અક્ષય-ટાઈગરની જોડી દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફોટો શેર કરીને તેમના ચાહકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે.
View this post on Instagram
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
અક્ષય કુમારે 1 જાન્યુઆરી, 2024ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નો એક ફોટો શેર કર્યો છે જેમાં તેની સાથે અભિનેતા ટાઈગર શ્રોફ જોવા મળે છે. બંને જેટ સ્કી પર શાનદાર પોઝ આપી રહ્યા છે. તસવીરમાં, અક્ષય અને ટાઇગર જેટ સ્કીઇંગ કરતા ફુલ એક્શન મોડમાં જોઇ શકાય છે. અક્ષય કુમારે ફિલ્મનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – “તમારું નવું વર્ષ મોટું બને, નાની ખુશીઓથી ‘બડે મિયાં છોટે મિયાં’ તરફથી તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. ચાલો 2024 માં ધુમ મચાવીએ.” આ ફિલ્મ 2024માં ઈદના અવસરે રીલીઝ થશે. એપ્રિલ 2024માં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. તસવીર સામે આવ્યા બાદ ફેન્સ પણ એક્સાઈટેડ છે.
અક્ષય-ટાઈગરની જોડી માટે ફેન્સ એક્સાઈટેડ
ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના રાઈટર અને નિર્દેશક અલી અબ્બાસ ઝફર છે. આ ફિલ્મને જેકી ભગનાનીએ પ્રોડ્યુસ કરી છે. ચાહકો ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની જોડીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અક્ષય-ટાઈગર જે રીતે તેમની ફિલ્મોમાં ખતરનાક એક્શન અને સ્ટંટ કરતા જોવા મળે છે, તેનાથી અંદાજ લગાવી શકાય છે કે બંને કલાકારો મળીને જબરજસ્ત એક્શન કરશે.
આ પણ વાંચોઃ અભિનેત્રી સારા અલી ખાનનું વર્ષ 2023 કેવું રહ્યું? જૂઓ વીડિયો