અક્ષયકુમારની સરફિરાના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, યુટ્યૂબ પર બન્યું નંબર 1


- ફિલ્મ સરફિરાના ટ્રેલરે 2024ના યુટ્યુબના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ટ્રેલર 2024માં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ હિન્દી ફિલ્મનું ટ્રેલર બની ગયું છે
2 જૂલાઈ, મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવી શક્યો નથી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ વર્ષે એપ્રિલમાં રીલીઝ થયેલી બિગ બજેટ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ એટલી ન ચાલી. હવે દર્શકોને તેની આગામી ફિલ્મ ‘સરફિરા’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સરફિરાના ટ્રેલરે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
18 જૂને રીલીઝ થયું ટ્રેલર
‘સરફિરા’ 12 જુલાઈ 2024ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ચાહકોને આશા છે કે અક્ષયની આ ફિલ્મ તેની ફ્લોપ ફિલ્મોની શ્રેણીને તોડી નાખશે. ‘સરફિરા’ થોડા જ દિવસોમાં રીલીઝ થવા જઈ રહી છે. તેનું ટ્રેલર 18 જૂને રીલીઝ થયું હતું, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં વાર્તા ફ્રેશ લાગે છે. અક્ષય અને રાધિકા મદનની જોડી પણ લોકોને પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મે રીલીઝ પહેલા જ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે.
યુટ્યુબ પર બન્યો રેકોર્ડ
ફિલ્મ ‘સરફિરા’ના ટ્રેલરે 2024ના યુટ્યુબના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ટ્રેલર 2024માં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ હિન્દી ફિલ્મનું ટ્રેલર બની ગયું છે. ‘સરફિરા’નું ટ્રેલર 18 જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું. રીલીઝ થયાને 15 દિવસ થયા છે. આવી સ્થિતિમાં, યુટ્યુબ પર આ ટ્રેલરને અત્યાર સુધીમાં 6.92 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. ‘સરફિરા’ના ટ્રેલરને 69 મિલિયન વ્યુઝ મળ્યા છે, જે યુટ્યુબ પર અત્યાર સુધીનું સૌથી વધુ જોવાયેલું હિન્દી ટ્રેલર બની ગયું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ‘સરફિરા’ને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર પણ કમાલ કરી શકે છે.
આ પણ વાંચોઃ કલ્કી 2898 ADએ 600 કરોડની કમાણી કરીને મંડે ટેસ્ટ પાસ કરી, હિન્દીમાં પણ બમ્પર કલેક્શન