અક્ષય કુમારની ફિલ્મ OMG 2નું ટ્રેલર રિલીઝ, અભિનેતાએ વીડિયો શેર કરતા કહ્યું વિશ્વાસ રાખો, તમે શિવના દાસ છો


અક્ષય કુમારની ફિલ્મ OMG 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.જેનો એક વિડીયો સામે આવ્યો છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે.
ટ્રેલર 2 ઓગસ્ટે આવવાનું હતું પરંતુ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના અવસાનને કારણે મેકર્સે ટ્રેલર આવતીકાલે રિલીઝ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. સેન્સર બોર્ડે પણ ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે.
View this post on Instagram
જોકે, ઘણી મુશ્કેલીઓ સાથે ફિલ્મ રિલીઝના 8 દિવસ પહેલા જ OMG 2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.ટ્રેલર લૉન્ચની માહિતી અક્ષય કુમારે પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આપી હતી. વીડિયો શેર કરતા અક્ષયે લખ્યું- વિશ્વાસ રાખો, તમે શિવના દાસ છો.
અક્ષય કુમારને OMG 2માં ભગવાન શિવના રૂપમાં બતાવવામાં આવ્યો છે, જેના વિશે સેન્સર બોર્ડે ઘણી સાવધાની રાખી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં ઘણા કટ લગાવ્યા છે. જોકે મેકર્સ તેનાથી ખુશ નથી. અક્ષય કુમારની OMG 2 આવતા અઠવાડિયે એટલે કે 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સની દેઓલની ગદર 2 સાથે ટકરાશે. એવું માનવામાં આવે છે કે બોક્સ ઓફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.
આ પણ વાંચો : ભૂમિ પેડનેકર “The star of social media”એ ઈન્સ્ટાગ્રામ પર વધારી ગરમી