‘Hera Pheri 3’માં કાર્તિક આર્યન નહીં અક્ષય કુમાર રાજુનો રોલ પ્લે કરશે


જો તમે પણ ‘Hera Pheri 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તો અમે તમારા માટે ફિલ્મ સાથે જોડાયેલા એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. ‘ભૂલ ભૂલૈયા 2’ પછી, એવું સાંભળવામાં આવી રહ્યું હતું કે ‘Hera Pheri 3’માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. કારણકે ફિલ્મની ત્રીજી સિક્વલમાં પણ બાબુ ભૈયા અને ઘનશ્યામ સાથે બીજું કોઈ નહીં પણ ફરી એકવાર અક્ષય કુમાર સિવાય રાજુના રોલમાં જોવા મળશે.

‘Hera Pheri 3’નું શૂટિંગ શરૂ
‘હેરા ફેરી 3’નું ડિરેક્શન અનીઝ બઝમી નહીં પરંતુ ફરહાદ સામજી કરવાના છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જો કે, થોડા સમય પહેલા અક્ષય કુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન હોવાનું કહીને તે ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે, ફિલ્મમાં અક્ષયની વાપસીએ માત્ર તેના ફેન્સને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચોઃ ‘હેરા ફેરી 3’નો હિસ્સો ન થવા પર અક્ષય કુમારે આપ્યું આ નિવેદન…
કાર્તિક આર્યન ‘Hera Pheri 3’માં નહીં
તમને એ પણ જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ ફિલ્મ નથી કરી રહ્યો, જોકે તેના માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે અક્ષયના પાર્ટને રિક્રિએટ કરશે. ત્યારપછી સુનીલ શેટ્ટીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે કાસ્ટિંગમાં કદાચ કોઈ છેડછાડ થઈ હતી, પરંતુ આ બધું કેવી રીતે થયું તે તેમને ખબર ન હતી. અમને લાગે છે કે ફિરોઝ અને સુનીલ જ અક્ષયને પાછા લાવશે.

ત્રીજો ભાગ 17 વર્ષ બાદ બની રહ્યો છે
આ સમાચાર પણ એક અઠવાડિયા પહેલા બહાર આવ્યા હતા કે અક્ષય, સુનીલ અને પરેશ રાવલે ફિલ્મ માટે મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં મીટિંગ કરી હતી. ત્યારબાદ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2000માં આવ્યો હતો, જ્યારે બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો હતો. 17 વર્ષ પછી, આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે.