ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025વીડિયો સ્ટોરી

ત્રિવેણી સંગમમાં અક્ષયકુમારે લગાવી આસ્થાની ડૂબકી, કૈટરિના પણ સાસુ સાથે પહોંચી, જુઓ video

  • શિવરાત્રીના એક દિવસ પહેલા અક્ષયકુમારે મહાકુંભ પહોંચીને પવિત્ર ડૂબકી લગાવી હતી અને યુપી પ્રશાસનના ખૂબ વખાણ કર્યા હતા

HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળો હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળામાં પહોંચી ચૂક્યા છે, જેમાં ઘણા રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી કૈટરિના કૈફનું નામ પણ જોડાયું છે. મહાશિવરાત્રીના તહેવાર પહેલા અક્ષય કુમાર તેમજ કૈટરિના કૈફ અને તેની સાસુ મહાકુંભમાં પહોંચ્યા અને પવિત્ર ડૂબકી લગાવી હતી.

અક્ષય કુમારે સંગમમાં સ્નાન કર્યું

અભિનેતા અક્ષય કુમાર સોમવારે (24 ફેબ્રુઆરી) યુપીના પ્રયાગરાજ પહોંચ્યો, જ્યાં તેમણે મહાકુંભમાં ભાગ લીધો અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન તેની ટીમના સભ્યો અને અન્ય લોકો હાજર હતા. કડક સુરક્ષા વચ્ચે તેને ત્રિવેણી સંગમ લઈ જવામાં આવ્યા જ્યાં અક્ષયકુમારે પવિત્ર ડૂબકી લગાવી. ANI એ X પર આનો એક વીડિયો પ્રકાશિત કર્યો છે.

વીડિયોમાં, અક્ષય કુમાર સફેદ કુર્તા-પાયજામા પહેરીને સંગમ કાંઠે પહોંચતો જોવા મળે છે. લોકોની મદદથી તેને નદીના છેડે લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે સ્નાન કર્યું હતું. તેની આસપાસમાં ભીડ પણ જોઈ શકાય છે. આ દરમિયાન અક્ષયે મહાકુંભમાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેણે ઉત્તર પ્રદેશ પોલીસ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય સુરક્ષા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Parmarth Niketan (@parmarthniketan)

કૈટરિના પણ સાસુ સાથે મહાકુંભ પહોંચી

બીજી તરફ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનું નામ પણ મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓમાં જોડાઈ ગયું છે . સોમવારે (24 ફેબ્રુઆરી) કેટરિના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે ઉત્તર પ્રદેશના મહાકુંભમાં પહોંચી હતી. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. કેટરિનાએ પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું.

સાધુ-સંતોના આશીર્વાદ લીધા

અભિનેત્રી કેટરિનાએ આજે (24 ફેબ્રુઆરી) ના રોજ મહાકુંભની મેગા-ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તે ખૂબ જ સરળ શૈલીમાં જોવા મળી હતી. કેટરિના તેની સાસુ અને પતિ વિકી કૌશલની માતા વિની કૌશલ સાથે જોવા મળી હતી જ્યાં પુત્રવધૂ-સાસુ-વહુની જોડીએ મહાકુંભ મેળામાં હાજર આધ્યાત્મિક ગુરુઓને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચોઃ મહાકુંભમાં મહાજામઃ 25 કિમી સુધી ભારે ટ્રાફિક જામ: શ્રદ્ધાળુઓ ૧૦ કિમી ચાલીને જવા મજબુર

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button