મનોરંજન

સ્વતંત્રતા પર્વના દિવસે અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા, અભિનેતાએ ટ્વીટ કરીને કહ્યું ‘દિલ અને નાગરિકતા, બંને ભારતીય છે

અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક બની ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર સત્તાવાર દસ્તાવેજો શેર કર્યા છે. તેણે દસ્તાવેજની તસવીર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે. અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી, જેના કારણે તેને ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. ચાહકોને એ પણ કહ્યું કે તે ભારતીય નાગરિક બની ગયો છે.

અક્ષય કુમાર બન્યો ભારતીય નાગરિક, કહ્યું - હવે દિલ અને નાગરિકતા બંને ભારતીય  | Akshay Kumar became an Indian citizen, said - now both Indian in heart  and citizenship - Gujarati Oneindia

ફોટો શેર કરતા અક્ષયે લખ્યું- ‘દિલ અને નાગરિકતા, બંને ભારતીય છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિંદ.’15 ઓગસ્ટે ફિલ્મ સ્ટાર અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી હતી. અક્ષયે પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું કે ‘દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતંત્રા દિવસની શુભકામના.. જય હિન્દ’. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પાસે હજુ પણ કેનેડિયન પાસપોર્ટ હતો. તેને ઘણીવાર કેનેડિયન કુમાર કહીને પણ ટ્રોલ કરવામાં આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

સ્વતંત્રતા પર્વના દિવસે અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા

અક્ષય કુમારની પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સર, તમે નફરત કરનારાઓને થપ્પડ મારી, હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે. જ્યારે બીજાએ લખ્યું- આખરે ભારતીય નાગરિકતાનો કોલ આવ્યો છે. હેટર્સ હવે ત્રીસ વિષયો પર ટ્રોલ કરશે. એક યુઝરે લખ્યું- બધાએ હવે બોલવાનું બંધ કરી દીધું છે.અક્ષય કુમારે 2019 માં એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ભારતીય પાસપોર્ટ માટે અરજી કરશે અને હવે તેને ભારતીય પાસપોર્ટ મળી ગયો છે અને તે ભારતીય નાગરિક બની ગયો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ OMG 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. OMG 2માં, અક્ષય સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મ એક સંવેદનશીલ મુદ્દા પર બનાવવામાં આવી છે જેને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે. OMG 2 બોક્સ ઓફિસ પર ગદર 2 સાથે ટકરાઈ.OMG 2 પછી, અક્ષય ટૂંક સમયમાં સોરાઈ પોટ્રુની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ 1 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે રાધિકા મદન અને પરેશ રાવલ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : Independence Day Wishes: બોલિવૂડના સ્ટારોએ આઝાદીના તહેવારની કરી ઉજવણી

Back to top button