‘હેરા ફેરી 3’નો હિસ્સો ન થવા પર અક્ષય કુમારે આપ્યું આ નિવેદન…
હેર ફેરી 3 ફિલ્મ તો દરેક વ્યક્તિએ જોયું જ હશે, આ ફિલ્મ તે સમયની કોમેડી ફિલ્મોમાંની સૌથી શાનદાર ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના બે ભાગ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યા હતા. તેવા સમયે ફિલ્મ મેકર્સે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા માટે તૈયાર છે. ફિલ્મની પૂરી સ્ક્રીપ્ટ તૈયાર છે. તેમજ ફિલ્મ મેકર્સે લગભગ ફિલ્મ કાસ્ટ પણ નક્કી કરી લીધી છે. છેલ્લા કેટલા સમયથી એવી વાતો સાંભળવા મળી રહી હતી કે આ ફિલ્મના લીડ રોલમાં અક્ષાય કુમારની જગ્યા પર કાર્તિક આર્યનને રિપ્લેસ કરવામાં આવ્યો છે. હાલમાં જ દિગ્ગજ કલાકાર પરેશ રાવલે આ વાત પર મહોર લગાવી હતી.
આ પણ વાંચો : નોરા અને ટેરેન્સનાં જબરદસ્ત ડાન્સ પર માધુરી દીક્ષિતે વાગાડી સીટી : વિડિયો થયો વાયરલ
પરેશ રાવલે ટ્વિટર પર એક ફેનના ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે કાર્તિક આર્યન આ ફિલ્મનો હિસ્સો છે. જેના પરથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અક્ષય કુમાર કે જે આ મુવીનો અહમ કિરદાર તરીકે છે તે જોવા નહિ મળે. આ વાતથી અક્ષય કુમારના ફેન્સ કાર્તિક આર્યનથી ધણા નારાજ થયા હતા. સોશિયલ મીડિયા પર યુજર્સ જાણવા માંગતા હતા કે કેમ અક્ષય કુમાર આ ફિલ્મનો ભાગ નથી.
થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે આ ફિલ્મને લઈને પ્રશ્ન કરતા તેના જવાબમાં અભિનેતા કહ્યું કે , તેને આ ફિલ્મ માટે ઓફર આવી હતી. ત્યારે અક્ષયને સ્ક્રીનપ્લે, સ્ક્રીપ્ટથી સંતોષ ના હોવાથી આ ફિલ્મ માટે ના પાડી હતી. અક્ષય કુમાર એવું કામ કરવા માંગતો હતો કે જે પ્રેક્ષકોને જોવું ગમે માટે તેણે પીછેહઠ કરી હતી. અક્ષય માટે આ ફિલ્મ તેના જ જીવનનો એક હિસ્સો છે.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અમદાવાદમાં 97 સ્થળના કચરાના ઠેર કરાશે કાયમી ધોરણે નાબુદ
ફિલ્મ વિશે વધુ વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, તે ખૂબ જ દુખી છે કે તે આ ફિલ્મ કરી શકતો નથી. તેમણે હેરાફેરી ન કરવા બદલ માફી પણ માંગી હતી. બધાને સોરી કહ્યું. તમને જણાવી દઈએ કે, માનવામાં આવે છે કે અક્ષય કુમારે આ ફિલ્મ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી. અભિનેતાએ 90 કરોડ રૂપિયા અને નફામાં ભાગ પણ માંગ્યો હતો. જે મેકર્સ માટે મોટી વાત હતી. તે જ સમયે, કાર્તિક આર્યનને માત્ર 30 કરોડમાં ફિલ્મ સાઈન કરી છે.