મનોરંજન

‘ઘાઘરા’ પહેરીને અક્ષય કુમારે કર્યો ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આ જ જોવાનું બાકી હતું

Text To Speech

પ્રખ્યાત બોલિવૂડ એક્ટર ખેલાડી અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા દોઢ વર્ષથી બિલકુલ ચાલી રહી નથી. હાલમાં જ રિલીઝ થયેલી ‘સેલ્ફી’ પણ બોક્સ ઓફિસ પર કઈ ખાસ ચાલી નથી. પરંતુ આ બધાથી દૂર અક્ષય કુમાર અભિનેત્રી નોરા ફતેહી, દિશા પટની, સોનમ બાજવા અને મૌની રોય અમેરિકા જવા રવાના થઈ ગયા. હવે ત્યાંથી તેના લાઈવ પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમાર તેની લેટેસ્ટ ફિલ્મના ફેમસ ટ્રેક પર ડાન્સ કરતો જોવા મળે છે. જો કે આ વીડિયો જોયા પછી લોકો પણ પોતાને રોકી શક્યા નથી. તેઓએ તેમની પ્રતિક્રિયાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષય સ્ટેજ પર ગુડ ન્યૂઝના ગીત લાલ ઘાઘરા અને પછી સેલ્ફીના ગીત ‘મેં ખિલાડી તુ અનારી’ પર ડાન્સ કરતો જોવા મળે છે. સાથે જ નોરા ફતેહી પણ તેને કંપની આપી રહી છે. બંનેને સાથે રહેતા જોઈને ચાહકોની ખુશીનો પાર ન રહ્યો. સ્થળ પર પહોંચેલા લોકોએ તાળીઓ પાડીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.અક્ષય - Humdekhengenewsહવે અક્ષય કુમાર અને નોરા ફતેહીનો ડાન્સ જોયા બાદ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એકે લખ્યું – આ જ જોવાનું બાકી હતું. એકે લખ્યું- અક્ષય કુમાર તેની ઉંમર પ્રમાણે ક્યારે કામ કરશે. તેની દીકરી જેવી લાગે છે. એકે કહ્યું- જો અક્ષય આ ખરાબ કામ કરવાનું બંધ કરશે તો તે હિટ થઈ જશે. એકે કહ્યું- સતત ફ્લોપ ફિલ્મોની અસર છે. એકે લખ્યું- હવે આ એક કામ બાકી હતું. એકે કહ્યું – સ્કર્ટ પહેરવાનું જ બાકી હતું.

Back to top button