અક્ષય કુમાર કોવિડ પોઝિટિવ, સરફિરાના પ્રમોશન દરમિયાન તબિયત બગડી


- અક્ષય કુમાર કોવિડ 19 પોઝિટિવ થયો છે. જેના કારણે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપી શકશે નહીં
12 જુલાઈ, શુક્રવારઃ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસોથી તેની મચ અવેઈટેડ ફિલ્મ ‘સરફિરા’ને લઈને ખૂબ જ વ્યસ્ત હતો. તેની ફિલ્મ આજે 12 જુલાઈના રોજ રીલીઝ થઈ છે. આ સમયે અભિનેતાને લઈને એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે કે અક્ષય કોવિડ 19 પોઝિટિવ થયો છે. જેના કારણે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપી શકશે નહીં. જોકે, તેમના ચાહકોને આશા હતી કે સુપરસ્ટાર આજે કપલના લગ્નમાં હાજરી આપશે.
અક્ષય કુમાર કોવિડ-19 પોઝિટિવ
પ્રોડક્શન હાઉસની નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે અક્ષય કુમાર તેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘સરફિરા’નું પ્રમોશન કરી રહ્યો હતો, ત્યારે તેની તબિયત લથડી હતી. તેની પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર્સ કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે સવારે અભિનેતાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને હવે તેણે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી છે અને ડોક્ટરોએ જણાવેલી તમામ બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.
View this post on Instagram
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી નહીં આપી શકે
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ સરફિરા આજે એટલે કે શુક્રવારે થિયેટર્સમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં પરેશ રાવલ, રાધિકા મદન અને તમિલ સુપરસ્ટાર સૂર્યા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે હવે સુપરસ્ટાર અક્ષય કુમાર અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. જોકે અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી ગઈ છે. રિયાલિટી શો સ્ટાર્સ કિમ કાર્દશિયન અને ક્લો કાર્દશિયન ગઈ કાલે રાત્રે મુંબઈ પહોંચી હતી. આ સિવાય પ્રિયંકા ચોપરા જોનાસ, ઈન્ટરનેશનલ સિંગર રેમા, જોન સીના મુંબઈ પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ રૂ. 5000 કરોડમાં અનંત-રાધિકાના લગ્ન, VVIP મહેમાનો માટે 100 પ્રાઈવેટ જેટ, કરોડોની ગિફ્ટ