અક્ષય કુમારે મુંબઈની હાજી અલી દરગાહમાં રૂ. 1.21 કરોડનું દાન આપ્યું


- ફિલ્મની રીલીઝ પહેલા અક્ષય કુમારે મુંબઈની હાજી અલી દરગાહ પર પહોંચીને પ્રાર્થના કરી હતી અને હાજી અલી દરગાહના પુનઃવિકાસ અને રિનોવેશનના કામ માટે ₹1.21 કરોડની રકમ દાનમાં આપી હતી
8 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આગામી ફિલ્મ ખેલ ખેલ મેં રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ થિયેટરમાં રીલીઝ થઈ રહી છે. ફિલ્મની રીલીઝ પહેલા અક્ષય કુમારે મુંબઈની હાજી અલી દરગાહ પર પહોંચીને પ્રાર્થના કરી હતી.
ગુરુવાર, 8 ઓગસ્ટના રોજ અક્ષય કુમાર હાજી અલી દરગાહ પહોંચ્યો હતો. અહીં તેણે ચાદર ચઢાવીને ફિલ્મ હિટ જાય તેની દુઆ માંગી હતી. આ દરમિયાન તેની સાથે ‘ખેલ ખેલ મેં’ના ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ પણ હાજર હતા. પોતાની દરિયાદિલી બતાવતા અક્ષય કુમારે હાજી અલી દરગાહના પુનઃવિકાસ અને રિનોવેશનના કામ માટે ₹1.21 કરોડની રકમ દાનમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા અક્ષયે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
View this post on Instagram
હાલમાં હાજી અલી દરગાહમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, અભિનેતાએ ઉદારતા બતાવી અને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આનાથી દરગાહ ટ્રસ્ટની ટીમ ખૂબ જ ખુશ છે. તેણે અક્ષય કુમારનું દિલથી સ્વાગત કર્યું અને તેના પરિવાર તેમજ સ્વર્ગસ્થ માતા-પિતા માટે દુઆ કરી છે.
15 ઓગસ્ટે રીલીઝ થશે અક્ષયની ફિલ્મ
અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ 15 ઓગસ્ટે રીલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, ફરદીન ખાન, આદિત્ય સીલ અને એમી વિર્ક જોવા મળશે. બોક્સ ઓફિસ પર ખેલ ખેલ મેંની ટક્કર સ્ત્રી 2 અને વેદા સાની ટક્કર થવાની છે.
આ પણ વાંચોઃ નાગા ચૈતન્યએ શોભિતા ધુલિપાલા સાથે કરી સગાઈ, નાગાર્જુને દર્શાવ્યો પ્રેમ