ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત, આબુ ફરવા ગયેલા ચાર મિત્રો કાળનો કોળિયો બન્યા

Text To Speech

બનાસકાંઠાના અમીરગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચેખલા ગામ પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 4 લોકોનાં મોત થયા છે. અમીરગઢથી પાલનપુર જઈ રહેલી ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના અમીરગઢ ખાતે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. મોડી રાત્રે થયેલા આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના અંગે જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા-humdekhengenews

માઉન્ટ આબુ થી પરત આવતા સર્જાયો અકસ્માત

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાલનપુરનાં વિવિધ ગામોના ચાર યુવાનો કાર લઈને માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અને તેઓ ગઈ કાલે માઉન્ટ આબુ થી પરત પાલનપુર જઈ રહ્યા હતા. આ દરમ્યાન અમીરગઢ નાં ચેખલાં ગામ પાસે સામેથી આવતા ટ્રક સાથે આ ઇકો કાર અથડાઈ હતા. જેમાં આ ચાર મિત્રોના મોત નિપજ્યા હતા.

રસ્તો ખરાબ હોવાથી અપાયું ડાયવર્ઝન

અમદાવાદ થી આબુરોડ જતો હાઇવે વરસાદને કારણે ક્ષતીગ્રસ્ત થતા તેના રીપેરીંગનું કામ ચાલુ હોવાથી તેને ડાયવર્ઝન અપાયું છે. જેથી હાલ આબુરોડ થી ચિત્રાસણી – પાલનપુર આવતો હાઇવે ચાલુ છે. ગઈ કાલે આ ચાર મિત્રો જ્યારે પાલનપુર પરત આવી રહ્યા હતાં,ત્યારે રસ્તો વન વે હતો.અને સામેથી પણ વાહનો આવતા હતા. આ દરમિયાન ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

 આ પણ વાંચો : રાજકોટ: ત્તીનપત્તીમાં લાખો ગુમાવ્યા પછી આત્મહત્યા કરવા જતો યુવક હેમખેમ; માતા-પિતાને હાશકારો

Back to top button