UPમાં આ પાર્ટી સાથે મળી લોકસભા ચૂંટણી લડશે અખિલેશ યાદવ, ટ્વીટ કરી આપી માહિતી
લખનઉ, 19 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી “રાષ્ટ્રીય લોકદળ” અને “સપા” ગઠબંધન કરીને ચૂંટણી લડશે. નોંધનીય છે કે, બંને પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સમાં સામેલ છે. જોકે, થોડા સમય પહેલા સુધી એવી ચર્ચા હતી કે જયંત ચૌધરી અને તેમની પાર્ટી એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. પરંતુ અખિલેશ યાદવના આ ટ્વીટથી તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
राष्ट्रीय लोक दल और सपा के गठबंधन की सभी को बधाई!
जीत के लिए सभी एकजुट हो जाएं, जुट जाएं! pic.twitter.com/gIViekBEvV
— Akhilesh Yadav (@yadavakhilesh) January 19, 2024
2022માં પણ સાથે ચૂંટણી લડી હતી
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં 2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બંને પાર્ટીઓએ સાથે મળી લડી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પછી પણ એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે એવું લાગતું હતું કે લોકદળ અને સપાના રસ્તા અલગ થઈ શકે છે.
આરએલડી 7 – 8 સીટો પર ચૂંટણી લડશે
અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની આ બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે RLD 7-8 બેઠકો પર ચૂંટણી લડશે. આ બેઠકો પશ્ચિમ ઉત્તર પ્રદેશની હશે. જો કે હજુ સુધી બેઠકોના નામ નક્કી થયા નથી. આરએલડીના સૂત્રોએ જણાવ્યું કે બેઠકો અને ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પછી ઉમેદવારો તૈયારી શરૂ કરશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી