મહાકુંભમાં શંકરાચાર્યને મળ્યા અખિલેશ યાદવ, બે હાથ જોડી જમીન પર બેસી ગયા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/akhilesh-yadav-meet-shankracharya.jpg)
પ્રયાગરાજ, 27 જાન્યુઆરી 2025: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી હતી. ગંગા સ્નાન બાદ તેઓ સાધુ-સંતો અને ધર્માચાર્યોને મળવા તેમની શિબિરમાં પહોંચી ગયા હતા. આ જ ક્રમમાં તેમણે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે પણ મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં અખિલેશ યાદવ ધર્માચાર્યના ચરણો પાસે બેઠા દેખાઈ રહ્યા છે. આ દરમ્યાન અખિલેશ યાદવે સંતો સાથે પ્રસાદ ગ્રહણ કર્યો અને તેમની શિબિરમાં શ્રમ દાન પણ કર્યું. આ જ કાર્યક્રમ દરમ્યાન તેમનો દીકરો અર્જૂન પણ તેમની સાથે રહ્યો.
आज प्रयागराज महाकुंभ में सपा राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @yadavakhilesh जी ने संगम में आस्था की डुबकी लगाई।
यह क्षण भारतीय संस्कृति, आस्था और परंपरा के प्रति उनकी गहरी श्रद्धा और सम्मान का प्रतीक है।#AkhileshYadav #MahaKumbh2025 pic.twitter.com/xZMrH8jKtu
— Awadhesh Prasad (@Awadheshprasad_) January 26, 2025
અહીં ઉલ્લેખનિય છે કે રવિવારે બપોરે મહાકુંભ પહોંચતા જ સપા પ્રમુખે પોતાના પિતા મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ગંગામાં સ્નાન કર્યું. બાદમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર અને અન્ય સાધુ સંતો સાથે મળ્યા. ઈસ્કોન મંદિર પણ ગયા. સાથે જ સતોના શિબિરમાં જઈને લંગર સેવામાં શ્રમ દાન પણ કર્યું. છેલ્લે દીકરા સાથે પ્રસાદ ગ્રહણ મહાકુંભમાં પોતાના ગંતવ્ય તરફ નીકળી ગયા.
— Akhilesh Yadav (@yadavakhilesh) January 27, 2025
જો કે, આ સૌની વચ્ચે અખિલેશ યાદવના એક ફોટોએ ખૂબ ચર્ચા જગાવી, જેમાં તેઓ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે અખિલેશ શંકરાચાર્ય સામે જમીન પર ચટાઈ પર બેઠા છે. તેમણે બે હાથ જોડેલા છે અને હસતા હસતા શંકરાચાર્ય સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આ દરમ્યાન શંકરાચાર્ય પણ પ્રસન્ન દેખાઈ રહ્યા છે. તેમણે અખિલેશને પ્રસાદ તરીકે લાડુ પણ આપ્યા હતા.
આ પણ વાંચો: ખાલી 100 જગ્યા માટે 3000 એન્જીનિયર્સે ઈન્ટરવ્યૂ માટે લાઈન લગાવી, આઈટી સેક્ટરમાં નોકરી માટે પડાપડી