અતીકના પુત્રના એન્કાઉન્ટર પર અખિલેશના ‘શાબ્દિક બાણ’, ‘UP નકલી એન્કાઉન્ટરનો પ્રદેશ બની ગયો છે’
અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર પર સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકારને આડેહાથ લીધી છે. અખિલેશ યાદવે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ‘આજે અમે મધ્યપ્રદેશમાં છીએ અને થોડા સમય પહેલા એક ગાડી અહીંથી ગઈ હતી અને યુપીમાં પલટી ગઈ હતી. ત્યારે બધાએ સવાલ ઉઠાવ્યા હતા કે ગાડી કેવી રીતે પલટી ગઈ?… યુપી નકલી એન્કાઉન્ટરનો પ્રદેશ બની ગયો છે. અધિકારીઓ પોતાની ખુરશી બચાવવા માટે બધું દાવ પર લગાવીને સરકારના દબાણમાં આ બધું કરી રહ્યા છે.
#WATCH आज हम मध्य प्रदेश में हैं और कुछ समय पहले यहीं से एक गाड़ी गई थी और यूपी में पलट गई थी। तब सभी ने सवाल उठाए थे कि गाड़ी कैसे पलट गई?…यूपी फेक एनकाउंटर का प्रदेश बन गया है। अधिकारी अपनी कुर्सी बचाने के लिए अपना सबकुछ दांव पर रखकर सरकार के दबाव में यह सब कर रहे हैं: अतीक… pic.twitter.com/IT2ZBDDiGN
— ANI_HindiNews (@AHindinews) April 13, 2023
આ પહેલા અખિલેશ યાદવે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું, ‘ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપને કોર્ટમાં બિલકુલ વિશ્વાસ નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. શું સાચું કે ખોટું તે નક્કી કરવાનો અધિકાર સત્તાને નથી.