અખિલેશ યાદવે સીએમ યોગીને આપ્યો જવાબ, કહ્યું- ‘જો કોઈ પિતા વિશે કંઈક કહે તો…
ઉત્તર પ્રદેશ વિધાનસભામં બજેટ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. જેમાં અખિલેશ યાદવે કહ્યુ હતુ કે જો કોઈ કોઈના પિતા વિશે બોલશે તો સ્વાભાવિક છે કે બીજો પણ તેા પિતા વિશે બોલશે.
યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલ
યુપી વિધાનસભાના બજેટ સત્રમાં સીએમ યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જે બાદ મામલો વધુ ગરમાયો હતો. અને સીએમ યોગીએ પિતા મુલાયમ સિંહ યાદવનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેના પર હવે સપા પ્રમુખે વળતો જવાબ આપ્યો છે.
અખિલેશ યાદવે આપ્યો આ જવાબ
બજેટ ચર્ચા દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે “સદનના નેતાએ કોઈના પિતા વિશે વાત કરી છે, તો બીજા પણ બોલશે. પરંતુ નેતાજી(મુલાયમ સિંહ યાદવ )એ મને આવો ઉપદેશ આપ્યો નથી.”, અખિલેશ યાદવે કહ્યું કે “જો તમે પરંપરાઓનું પાલન કરવા માંગતા હોવ તો તમારે પણ તેનું પાલન કરવું પડશે, પરંતુ તમે ઘણા રિવાજોનું પાલન કર્યું નથી. ગૃહના નેતાએ જે કહ્યું તે ફ્લોર પર ન આવવું જોઈએ.”
જાણો શું છે સમગ્ર મામલો
રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન સીએમ યોગી અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. જ્યારે સીએમ યોગીએ ગૃહમાં મુલાયમ સિંહ યાદવના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.જે બાદ સપા પ્રમુખ પણ ઉભા થયા અને સ્વામી ચિન્મયાનંદનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે તેઓ કોના ગુરુ હતા, તો સીએમ યોગીએ ગુસ્સામાં કહ્યું કે ” શરમ તો તમને આવવી જોઈએ જે પોતાના પિતાનું પણ સન્માન નથી કરી શકતા.”
આ પણ વાંચો : PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી હોસ્પિટલમાં દાખલ, આ બિમારીને કારણે સારવાર હેઠળ