પાલનપુર : ડીસામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર ડો.રમેશ ચૌધરીએ ભર્યું ફોર્મ


પાલનપુર : ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. રમેશ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા અગાઉ તેમણે ડીસાની ચૌધરી છાત્રાલય ખાતે વિશાળ સંમેલન હતું. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો તેમજ ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ડીસામાં સેવાભાવી એવા રમેશ પટેલને વિજેતા બનાવવા હાકલ કરી હતી.
ચૌધરી છાત્રાલયમાં વિશાળ સંમેલન યોજાયું
ડીસા બેઠક પર આમ આદમી પાર્ટીએ ડીસામાં પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા તબીબ ડૉ. રમેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. ડોક્ટર રમેશ પટેલ સેવાભાવી યુવક તરીકે લોકોમાં લોકપ્રિય છે. ફોર્મ ભરતા અગાઉ ડીસાની ડાયમંડ સોસાયટી ખાતે આવેલ ચૌધરી છાત્રાલયમાં આમ આદમી પાર્ટીનું વિશાળ સંમેલન યોજાયું હતું.
જેમાં દિયોદર વિધાનસભા બેઠકના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, પાલનપુર બેઠકના ઉમેદવાર રમેશભાઈ નાભાણી, જાણીતા એડવોકેટ રમેશભાઈ ચૌહાણ સહિત ચૌધરી સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ અરવિંદ કેજરીવાલના શાળા, આરોગ્ય તેમજ ફ્રી વીજળીના દિલ્હી મોડલ ને અનુરૂપ તેમજ ડીસા બેઠક માટે ડોક્ટર રમેશ પટેલે આપેલી ગેરંટીઓ તેમજ અલગ અલગ સમાજના વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંકુલો બનાવી આપવાની ખાતરીના કારણે પ્રજામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમ જણાવી ડોક્ટર રમેશ પટેલની જીતને નિશ્ચિત ગણાવી હતી. સભા બાદ વિશાળ સંખ્યામાં રેલી યોજી ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે ડોક્ટર રમેશ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ધર્માંતરણ કાયદો બન્યો કડક, 10 વર્ષની સજાની જોગવાઈ, ‘લવ જેહાદ’ પર પ્રતિબંધ