ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા, જાણો- શું કહ્યું અખિલેશ યાદવે ?

Text To Speech

માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અરશદને પ્રયાગરાજમાં મેડિકલ માટે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

સપા પ્રમુખે એક ટ્વિટમાં લખ્યું છે કે “યુપીમાં ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. જ્યારે પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા કરી શકાય છે. સામાન્ય જનતાની સલામતીનું શું. જનતામાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે.”

અતીક અને અશરફને ગોળી મારનાર હુમલાખોરોએ સરેન્ડર કર્યુ

અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી. અતીક અને અશરફને ગોળી મારનાર ત્રણ આરોપીઓના નામ લવલેશ તિવારી, સુન્ની અને અરુણ મૌર્ય છે.

માહિતી આપતા જોઈન્ટ સિટીએ જણાવ્યું કે, એક પોલીસકર્મીને પણ ખભા પર ગોળી વાગી છે, મીડિયાકર્મીઓ પણ ઘાયલ છે, ફાયરિંગ કરનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોળીબાર કરતી વખતે આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે કોર્ટમાંથી કસ્ટડી મળતાની સાથે જ મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. મીડિયા ચેનલની જેમ નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, લવલેશ, સની, અરુણ નામના લોકો મીડિયા કર્મીઓ તરીકે મીડિયા કવરેજ દરમિયાન સાથે ફરતા હતા.શનિવારે મેડિકલ દરમિયાન મીડિયા બાઈટ લેવાનો પ્રયાસ કરી રહ્યુ હતું ત્યારે જ ગોળી મારી તે બન્નેની હત્યા કરી દેવામાં આવી.

આ પણ વાંચોઃ BIG Breaking : અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા, પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે જતા સમયે થયો હતો ગોળીબાર

Back to top button