હવે ધાર્મિક સંસ્થાના વડાએ કરી ભાજપને મત આપવાની અપીલ, વીડિયો થયો વાઈરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકીય માહોલ ગરમાયું છે. અનેક પક્ષો ચૂંટણી પ્રચારની પ્રક્રિયામાં લાગી ગયા છે. ત્યારે હવે રાજકીય પાર્ટીઓની સાથે સંત સમાજ પણ સક્રિય રસ દાખવી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામીએ જાહેર મંચ પર જ ભાજપને મત આપવાની જાહેર અપીલ કરી હતી.
નૌતમ સ્વામીએ કરી અપીલ
સુરતમાં એક પ્રવચનમાં નૌતમ સ્વામીએ PM મોદીના વખાણ કર્યા હતા. તેમજ જણાવ્યું હતુ કે પીએમએ યાત્રાધામોનો વિકાસ કર્યો છે આથી આવનારી ચૂંટણીમાં હિન્દુત્વના નામે ભાજપને મત આપવો જોઈએ. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આવનારી શતાબ્દી હિન્દુઓની છે. હિન્દુઓ આંખ મીંચીને ભાજપને મત આપો. ઉલ્લેખનીય છે કે નૌતમ સ્વામીની અપીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું અંદરની વાત : બનાસકાંઠામાં નેતા રડી પડ્યા તો ગોંડલમાં શું ‘ખેલ’ ચાલી રહ્યો છે ?
વીડિયો થયો વાઈરલ
હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આથી અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારના કામમાં લાગી ગઈ છે. એક પછી એક અનેક સમાજ તેમના ઉમેદવારને ચૂંટણીમાં ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે. જે બાદ સાધુ સંતોએ પણ ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી છે. ત્યારે ભાજપને મત આપવાની અપીલ કરતા નૌતમ સ્વામીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યા હતા અને તે બાદ ભાજપને મત આપવાની અપિલ કરી હતી.