અકેલે હે તો ક્યા ગમ હૈઃ સિંગલ છો તો પણ Valentines Day બનાવી શકો છો ખાસ
એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઇન્સ ડે કપલ્સ સેલિબ્રેશનનો દિવસ છે, પરંતુ ના એવું બિલકુલ નથી. આ દિવસ પ્રેમનો દિવસ છે. જે તમે તમારી જાત સાથે કે તમારા દોસ્તો સાથે પણ મનાવી શકો છો. જો તમે સિંગલ હો તો આખો દિવસ શું કરશો? અહીં આપ્યા છે કેટલાક આઇડિયા. તમને ગમે તે અપનાવો અને આ દિવસને ખાસ બનાવો.
સૌથી પહેલા તો ખુદને સિંગલ માનીને રુમમાં બંધ કરી રાખવાની કોઇ જરૂર નથી. આજના સમયમાં સિંગલ હોવું એ કોઇ ખરાબ વસ્તુ ગણાતી નથી. સિંગલ વ્યક્તિ કોઇ પણ બંધનો વગર પોતાને ગમે તે કરી શકે છે. જો તમે કોઇ સંબંધોમાં હશો તો પણ તમને ક્યારેક ને ક્યારેક તો સિંગલ ફરવાની કે કોઇ ખાસ કામ કરવાની ઇચ્છા થઇ આવતી હશે. તો આનંદ મનાવો કે તમે સિંગલ છો.
ફ્રેન્ડ્સને મળી શકો છો
તમારી પાસે પાર્ટનર નથી તો શું થયું. સારા મિત્રો તો દરેક પાસે હોય છે. આ લિસ્ટમાં એવા કોઇ ફ્રેન્ડને પકડી લો જે સિંગલ હોય. તેમની સાથે આઉટિંગનો પ્લાન કરો. જો આવા મિત્રો ન હોય તો સેલ્ફ ડ્રાઇવ કરીને નીકળી પડો તમારી મનગમતી જગ્યાએ…
ખુદને ગિફ્ટ આપો
તમને કોઇને કોઇ વસ્તુઓ લેવાની ઇચ્છા તો જરૂર થતી હશે. કોઇક વસ્તુ તો એવી હશે જ કે જે તમે ઇચ્છતા હશો. તમારા પણ કોઇ શોખ હશે. તમને કંઇક ખરીદવાની ઇચ્છા હશે. તો વેલેન્ટાઇન ડેના દિવસે તમારી ફેવરિટ અથવા જરૂરિયાતની કોઇ વસ્તુ ખરીદી તમારી જાતને ગિફ્ટ કરો.
ફેવરિટ શો જુઓ
રોજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તમને તમારો ફેવરિટ શો, મુવી, વેબસીરીઝ જોવાનો સમય નહીં મળતો હોય. તો આ દિવસે તમે સમય કાઢીને વેબ સીરીઝ જુઓ. તમારુ ફેવરિટ મુવી જોઇ શકો છો. તમારી ગમતી પ્રવૃતિની શાંતિથી મજા લઇ શકશો જો તમે સિંગલ હશો.
ફેમિલી સાથે સમય વીતાવો
તમે ઘણા દિવસોથી તમારા ફેમિલીને સમય ન આપી શકતા હો તો વેલેન્ટાઇન ડે તેમના નામે કરી દો. આખરે તેઓ પણ તમારા વેલેન્ટાઇન તો છે.
તમારી ફેવરિટ ડિશ બનાવો
હોટેલનું જમવાનુ તો ગમે ત્યારે ખાઇ શકો છો, પરંતુ વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે તમારી ફેવરિટ ડિશ જાતે બનાવો. ના આવડતી હોય તો યુટ્યુબ જોઇને ટ્રાય કરો. તેની પણ એક અલગ મજા છે. તમારા હાથેથી બનેલી ડિશનો આસ્વાદ માણો. આવો મોકો વારંવાર ક્યાં મળવાનો છે?
આ પણ વાંચોઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી ફેમસ હિના ખાનએ સોશિયલ મીડિયામાં મચાવ્યો હાહાકાર