અકાસા એરલાઇન્સનો આજથી શુભારંભ, મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી ઉડાન…


અકાસા એર તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ આજથી એટલે કે 7 ઓગસ્ટથી શરૂ કરશે. આ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ વચ્ચે ઉડાન ભરશે. આ એરલાઇનના માલિક જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા છે. જ્યારે વિનય દુબે અકાસા કંપનીના CEO છે.
અકાસા ફ્લાઈટ 13 ઓગસ્ટથી શરૂ થશે બેંગ્લોર થી કોચી વચ્ચે ફ્લાઈટ
15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ વચ્ચે અને 19 ઓગસ્ટથી મુંબઈ-બેંગલુરુ વચ્ચે ઉડાન ભરવાનું શરૂ કરશે. આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખાની સૌથી વધુ ભાગીદારી છે. આ પછી વિનય દુબેની પણ તેમાં ભાગીદારી છે. અકાસા એરલાઈન પાસે 7 જુલાઈના રોજ એવિએશન રેગ્યુલેટર DGCA તરફથી એર ઓપરેટરનું પ્રમાણપત્ર હતું.
અકાસા એરલાઇન્સ ના રૂટ
અકાસા એરલાઈનમાં તેની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ વચ્ચે ના રૂટ પર ઓપરેટ કરશે અને ટિકિટ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. આ બે શહેરો ઉપરાંત, અકાસા એર 13 ઓગસ્ટથી બેંગલુરુ અને કોચી માટે પણ કામગીરી શરૂ કરશે અને આ સ્થાનોને જોડતી 24 સાપ્તાહિક ફ્લાઈટનું સંચાલન કરશે. આ 4 સ્થાનો ઉપરાંત, અકાસા એરલાઇન્સ એ તાજેતરમાં ચેન્નાઇ તેના નેટવર્કમાં પાંચમા સ્થળ તરીકે જાહેર કર્યું છે. 15 સપ્ટેમ્બર 2022 થી ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.
આ ઉપરાંત, અકાસા એરલાઇન્સ અમદાવાદ અને બેંગલુરુ વચ્ચે એક નવો રૂટ પણ ઉમેર્યો છે, જે 23 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. અકાસા એરલાઇન્સે 19 ઓગસ્ટ 2022થી બેંગલુરુ અને મુંબઈ વચ્ચેની તેની દૈનિક સીધી ફ્લાઈટની પણ જાહેરાત કરી હતી.

અકાસા એરલાઇન્સ ની ખાસ વસ્તુઓ
- અકાસા એરલાઇન્સ એ 72 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
- માર્ચ 2023 સુધીમાં 18 એરક્રાફ્ટ આવશે.
- બાકીના વિમાનો આગામી ચાર વર્ષમાં અકાસા એરલાઇન્સ ને પ્રાપ્ત થશે.
- બેઠકોની માત્ર એક શ્રેણી હશે અને તેમાં કોઈ બિઝનેસ ક્લાસ નહીં હોય.
- મુંબઈ અને અમદાવાદનું ભાડું માત્ર 3948 રૂપિયા રહેશે.