અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેમને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અજમેર દરગાહના ખાદિમનો વીડિયો વાયરલ થયા બાદ તેની ટીકા થઈ રહી હતી.
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિકાસ સાંગવાને જણાવ્યું કે સલમાન ચિશ્તીની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.
Rajasthan | Ajmer Police arrested Salman Chishti, Khadim of Ajmer Dargah last night for allegedly giving a provocative statement against suspended BJP leader Nupur Sharma: Additional Superintendent of Police, Vikas Sangwan pic.twitter.com/6U3WCjVar7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022
સલમાન ચિશ્તી હિસ્ટ્રીશીટર
સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે, તે વીડિયોમાં નૂપુર શર્માનું શિરચ્છેદ કરનારાઓને પોતાનું ઘર આપવાની વાત કરતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ હવે સામાન્ય લોકોને એ પણ કહેવાનો પ્રયાસ કરી રહી છે કે સલમાન કોઈ ધર્મગુરુ નથી, પરંતુ દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે. તેની સામે હત્યા, જીવલેણ હુમલો, ફાયરિંગ અને મારપીટ તથા ધાકધમકી આપવાના 15 કેસ નોંધાયેલા છે.
છેલ્લા દિવસોમાં સલમાનના ગુનાહિત વલણને જોતાં તેની સામે કલમ 110ની કાર્યવાહી માટે એ.ડી.એમ. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે હજુ વિચારણા હેઠળ છે.
માની ફરિયાદ બાદ ધરપકડ
સલમાન ચિશ્તીની માતાની ફરિયાદના આધારે ગયા દિવસોમાં દરગાહ પોલીસે શાંતિ ડહોળવાના આરોપમાં ધરપકડ કરી હતી. સલમાન પર આરોપ છે કે તેણે તેની માતાને ડરાવી-ધમકાવીને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
સલમાન ચિશ્તીને નશાનીઆદત
આરોપી સલમાન પર કલમ110, 107, 116, 151, 108 હેઠળ છેલ્લાં સાત વર્ષમાં એડીએમ કોર્ટમાંથી 8 વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલમાન ચિશ્તીને નશાની આદત છે અને તેણે નશાની હાલતમાં જ વાંધાજનક પોસ્ટ વાઇરલ કરી છે. એની પાછળના લોકો કોણ છે? આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સલમાને નૂપુર શર્માને મારી નાખવાની ધમકી આપી હતી
હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તી ખુલ્લેઆમ વીડિયો જાહેર કરીને નૂપુર શર્માને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. હત્યા કરનાર માટે ઈનામ સ્વરૂપે ઘર આપવાની પણ જાહેરાત કરી હતી. સલમાને એમ પણ કહ્યું- આ દેશ પહેલાં જેવો નથી રહ્યો. 4 જુલાઈનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ખ્વાજા સાહેબની દરગાહ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક
અંજુમન સૈયદઝાદગાનના સચિવ સૈયદ સરવર ચિશ્તીએ કહ્યું હતું કે સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો દરગાહ સાથે જોડીને ન જોવો જોઈએ. સલમાન ચિશ્તીએ પોતાના ઘરેથી આ નિવેદન જારી કર્યું છે અને તે પોતે જ કહી રહ્યો છે કે તે હિસ્ટ્રીશીટર છે. અંજુમન સલમાનના આ કૃત્યની સખત નિંદા કરે છે. ખ્વાજા સાહેબની દરગાહ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે અને તે સૂફીવાદનું મોટું કેન્દ્ર છે