એકનાથની જગ્યા લેશે અજિત પવાર; મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઇને તૈયાર થઇ રહ્યો છે નવો કારસો
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે રાજ્યના નવા સીએમ પદને લઈને ચર્ચા શરૂ થઇ ગઇ છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગુટના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે ટૂંક જ સમયમાં અજિત પવાર રાજ્યના સીએમ બનશે. તેમના આ નિવેદન પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને એમએલસી અમોલ મિટકરીએ મોટો દાવો કર્યો છે.
મિટકરીએ કહ્યું કે, અજિત દાદા સાથે 35 ધારાસભ્ય છે. હું એનસીપી સાથે છું અને રહીશ. પાર્ટીમાં કોઈ જ તોડફોડ થઇ નથી અને પાર્ટીમાં એકતા અકબંધ છે. હું કાલથી અહીં (અજીત પવારના આવાસ) પર છું. અનેક ધારાસભ્ય અમને મળવા આવ્યા. જે 35 ધારાસભ્યોએ કાલે અજિત દાદાનું સમર્થન કર્યું હતુ તે આજ પણ અમારા સાથે છે. મતિકરીએ દાવો કર્યો કે, હજું બીજા અનેક નેતા અમારાસાથે આવશે. તેમને સંજય રાઉતના નિવેદન પર કહ્યું કે, મારી શુભેચ્છા છે કે શિવસેના નેતાએ જે કહ્યું છે તે સત્ય હોય. તેમના મોઢામાં ઘી શક્કર.
સોમવારે રાઉતે દાવો કર્યો હતો એક એકનાથ શિંદેને સીએમ પદથી હટાવી દેવામાં આવશે. તેમની જગ્યાએ અજિત પવાર મુખ્યમંત્રી બનશે. તેમને કહ્યું કે પહેલા શિવસેનામાં તૂટ થઇ અને હવે એનસીપીમાં તૂટ થઈ ગઇ. આ બધુ બીજેપીના કારણે થઇ રહ્યું છે. મહારાષ્ટ્રના લોકો ગુસ્સામાં છે અને રાજ્યની જનતા અમારા સાથે છે.
ઉલ્લેખનિય છે કે, અજિત પવાર સહિત NCPના નવ ધારાસભ્યો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિંદે સરકારમાં સામેલ થયેલા તેમના નવ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અપીલ કરી છે.આ ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું છે કે, “અમે વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતાની અરજી દાખલ કરી છે.” અમે ટૂંક સમયમાં આ એપ્લિકેશનની હાર્ડ કોપી પણ મોકલીશું. આ અરજી નવ નેતાઓ સામે દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- PM મોદીના નિવાસસ્થાન ઉપર નો ફ્લાઈંગ ઝોનમાં દેખાયુ ડ્રોન!