ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

‘આવા લોકોને નપુંસક બનાવી દો’ મહિલાઓના યૌન શોષણ પર દિગ્ગજ નેતાનું નિવેદન

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક – 25 ઑગસ્ટ :  કોલકાતા, બદલાપુર પછી આસામ સહિત દેશમાં વિવિધ રાજ્યો તથા શહેરોથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ કે પછી મહિલા ઉત્પીડનના સમાચારો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે દેશભરમાં આવી ઘટનાઓને લઈને ભારે આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. રાજનેતાઓ પણ હવે આ મામલે પોતાના નિવેદનો આપી રહ્યાં છે અને ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારનું નિવેદન પણ ચર્ચામાં આવી ગયું છે.

અજિત પવારનું નિવેદન

આ દરમિયાન મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા એનસીપી પ્રમુખ અજિત પવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારાઓને નપુંસક બનાવી દેવા જોઇએ.’ પૂર્વ મહારાષ્ટ્રના યવતમાલમાં મહિલાઓ માટે મહાયુતિ સરકારની ચર્ચિત ‘લાડકી બહેન’ યોજના વિશે બોલતા અજિત પવારે કહ્યું કે રાજ્યની ભાજપ-શિવસેના-એનસીપી સરકાર મહિલાઓ પર અત્યાચાર કે ગુનો કરનારા કોઈપણ આરોપીને તે નહીં છોડે.

ગુનેગારોને બતાવવો પડશે કાયદાનો ડર

અજિત પવારે કહ્યું, “જે લોકો છોકરીઓને હાથ અડાડે છે તે તેમને આપણે કાયદાનો પ્રકોપ બતાવવો પડશે જેથી તે બીજીવાર આવુ કરતાં પહેલાં જ ગભરાય. મારી ભાષામાં, જો હું કહું તો તેમને નપુંસક બનાવી દેવા જોઈએ, જેથી ફરી આવા ગુના ન બને.

બદલાપુરમાં શું થયું હતું?

જો બદલાપુરની ઘટનાની વાત કરીએ તો અહીં સ્કૂલમાં ભણતી બે વિદ્યાર્થિનીઓ સાથે જાતીય શોષણનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો હતો અને તેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. બદલાપુરમાં લોકોએ આ ઘટનાને પગલે અનેક દિવસો સુધી દેખાવો કરી સુનિશ્ચિત કર્યું કે આરોપીને સજા મળે અને સ્કૂલમાં બાળકીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : માયાવતીએ રાહુલ ગાંધી પર કર્યા જોરદાર પ્રહાર, કહ્યું- ‘તમે આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા, તમે કેમ ન કરાવી જાતિ ગણતરી?’

Back to top button