ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં પવાર Vs પવાર ! અજિત પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી કાકાને ‘હટાવ્યા’

Text To Speech

મહારાષ્ટ્રમાં NCPની રાજકીય લડાઈ વધુ ઉગ્ર બની રહી છે. હવે અજિત પવાર જૂથે શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવીને અજિતને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ અજિત પવારે કહ્યું હતું કે શરદ પવાર તેમની પાર્ટીના અધ્યક્ષ છે.

Ajit Pawar

સૂત્રોના જણાવ્યા અનુસાર 30 જૂને NCPના 40 ધારાસભ્યોના સમર્થનના પત્રની સાથે અજિત પવારને NCPના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. જે કેન્દ્રીય ચૂંટણી પંચને 5મી જુલાઈએ મળી હતી.

શરદ પવાર જૂથે પણ અરજી આપી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 જુલાઈએ ચૂંટણી પંચને જયંત પાટીલ (શરદ પવાર જૂથ) તરફથી એક પત્ર પણ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે અજિત પવાર સાથે શપથ લેનારા 9 ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી માટે અરજી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જો અજિત પવાર દ્વારા કરવામાં આવેલી માંગ પર કેન્દ્રીય ચૂંટણી પંચ સુનાવણી હાથ ધરે તો તેમની બાજુ સાંભળ્યા વિના સુનાવણી હાથ ધરવી જોઈએ નહીં.

ત્રણ દિવસ પહેલા અજિત પવારે શું કહ્યું હતું?

ત્રણ દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ અજિત પવારે રાષ્ટ્રીય અધ્યક્ષના સવાલ પર કહ્યું હતું કે, શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અમે મહારાષ્ટ્રના ભલા માટે આ નિર્ણય લીધો છે.

શરદ પવારને વિનંતી કરવામાં આવી હતી

આ દરમિયાન એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે અમે તેમને (શરદ પવાર)ને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ પાર્ટીના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોની ઈચ્છાઓનું સન્માન કરે. તેમના આશીર્વાદ હંમેશા અમારા પર અને પાર્ટી પર રહે.

Back to top button